અર્નિયા સેક્ટરમાં ફરી એકવાર ડ્રોન દેખાયુઃ સેનાએ ગોળીબાર કરી ખદેડ્યું

(જી.એન.એસ.)શ્રીનગર,કેન્દ્રશાસિત જમ્મુ અને કશ્મીરના અર્નિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક ઉડતી ચીજ ભારત તરફ આવતી દેખાતાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ એની પર ગોળીબાર કર્યો હતો અને તેને પાછું કાઢીને પાકિસ્તાનમાં મોકલી દીધું હતું.બીએસએફના જણાવ્યા મુજબ, ૧૩-૧૪ જુલાઈની રાતે લગભગ ૯.૫૨ વાગ્યે અર્નિયા સેક્ટરમાં આપણી ધરતી પરના આકાશમાં આપણા સૈનિકોએ એક લાલ લાઈટ ઝબૂકતી જોઈ હતી. સજાગ સૈનિકોએ તરત જ એમની પોઝિશન પરથી એ લાઈટ તરફ ગોળીબાર કર્યો હતો. એને કારણે તે ચમકતી ચીજ પાછી જતી રહી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી છે. કંઈ પણ વાંધાજનક ચીજ મળી આવી નથી. ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં ડ્રોન ઘૂમતા હોવાની ઘટના વારંવાર બની રહી છે.