અર્થતંત્રની ધીમી ગતિથી મોદી ચિંતામાં આજે અરૂણ જેટલી અને ટોચના અધિકારીઓ સાથે બેઠક લેશે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અર્થતંત્રની ધીમી  પડી રહેલી ગતિ વિશેની ચિંતા બાબતે નાણાપ્રધાન અરૂ.ણ જેટલી તથા ટોચના અન્ય અધિકારીઓને મળશે અને સુધારાનાં પગલાં ભરવા વિશે ચર્ચા કરશે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી આર્થિક સ્થિતિ વિશે વિશદ છણાવટ કરશે અને અર્થતંત્રને ગતિ આપવાના
વિકલ્પો ચકાસશે.વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ કવોર્ટરમાં કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ત્રણ વર્ષની ૫.૭ ટકાની નીચી સપાટીએ પહોંચ્યો એ અનુસંધાને આ બેઠક મળવાની છે. વૃદ્ધિદર સતત છ કવોર્ટર ઘટ્યો છે અને આર્થિક સર્વેક્ષણના બીજા હિસ્સામાં રખાયેલા અંદાજ મુજબ વૃદ્ધિદર ૭.૫ ટકા સુધી પહોંચાડી નહીં શકાય.