અરલમાંથી ૪પ બોરી કોલસા પકડાયા

નખત્રાણા : તાલુકાના અરલ ગામેથી પોલીસે ૪પ બોરી કોલસા ભરેલ ટેમ્પો પકડી પાડ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દયાપરના પીએસઆઈ વાય.પી. જાડેજાએ પેટ્રોલીંગ દરમ્યાન અરલ ગામેથી કોલસા ભરેલ ટેમ્પો નંબર જીજે. ૧ર. એઝેડ. ર૩૮રને પકડી પાડ્યો હતો. અરલના જશુભા પૃથ્વીરાજસિંહ જાડેજા પાસે કોલસા અંગેના કોઈ બીલ કે આધાર પુરાવા ન હોઈ ૪પ બોરી કોલસાની કિંમત રૂા.૧૮ હજાર આંકી જંગલ ખાતાને સુપરત કર્યા હતા.