અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ : પ્રિન્સ યાકુબ

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યાથી રામરાજ્ય યાત્રાની શરૂઆત થઈ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બાબરના વંશજ પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ મહત્વનું નિવેદન આપ્યું છે.પ્રિન્સ યાકુબે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ. જે ભૂલ મુગલકાળના બાદશાહોએ કરી છે એ ભૂલ માટે પ્રિનસ યાકુબે માફી માગી. તેમણે કહ્યુ કે સુન્ની સેન્ટ્રલ ફોરમ અને વિશ્વ હિંદુ પરિષદ સાથે મળીને રામ મંદિરનું નિર્માણ કરાવે. ગત્ત દિવસે અયોધ્યાથી શરૂ થયેલી રામરાજ્ય રથયાત્રા દરમ્યાનવિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ ચમ્પક રાયે કહ્યુ કે ૧૯૯૧માં ભારત સરકારે રામ મંદિર વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક મુસ્લિમ આગેવાનો રામ મંદિર નિર્માણનું સમર્થન કરી રહ્યા છે. જેથી વિવાદિત જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કથવુ જોઈએ. ત્યારે બાબાર ના વંશજ પ્રિનસ યાકુબ હબીબુદ્દીને આપેલુ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે.