અમે ‘મેઈડ ઈન સુરત’ ઈચ્છીએ છીએ

મહેસાણામાં રાહુલ ગાંધીએ સભા સંબોધી

અમદાવાદ : ગુજરાત પ્રવાસે રહેલા રાહુલ ગાંધીએ મહેસાણામાં જનસભા સંબોધી અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વરાણા ખાતેના ઐતિહાસીક ખોડીયાર માતાજીના મંદીરે રાહુલે દર્શન કર્યા છે. કપાસાની વાવણી કરતા ખેડુતો સાથે રાહુલગાંધીએ આજે મુલાકાત કરી છે. ઉપરાંત બહુચરાજીમાં રાહુલ ગાંધીએ સભા સબોધી હતી. તો વળી મહેસાણાની સભામાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હા. તેઓેએ સંબોધનમાં કહ્યુ હતુ કે, રસ્તા પર તમને કયાંય નેનો કાર દેખાય છે? મારૂતીની ફેકટરીમાં કેટલા લોકલને નોકરી મળી? તેમ કહી અને રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે.નોટબંધી અને જીએસટી પર રાહુલ દ્વારા આકરા પ્રહારો કરવામા આવ્યા છે. ઈમાનદાર લોકોને આ સરકારે લાઈનમાં ઉભા રાખી દીધા હોવાની પ્રતિક્રીયા રાહુલે આપી હતી. સરકાર ૩૩ હજાર કરોડ ખાઈ ગઈ. ગબ્બરસિંઘ રાત્રે બાર વાગ્યા આવ્યા. મોદીજીને રાત્રે બાર વાગ્યે જ બધુ યાદ આવે છે. મહેસાણામાં રાહુલ ગાંધીએ સભા સંબોધી અને મોદી સરકાર પણ વાગ્બાણ વરસાવ્યા હતા. ગુજરાતમાં મહીલાઓ આંદોલન કરી રહી છે. તમારા ઘરમાઆવીને પોલીસ માર મારે છે. અમે મેઈડ ઈન સુરત અને મેઈડ ઈન મહેસાણા ઈચ્છીએ છીએ.