અમેરીકામાં ફરી અંધાધુંધ ગોળીબાર ર૭ના મોત

ટેકસાસની ઘટનાઃ પ્રાર્થના વખતે કર્યું ફાયરિંગઃ હુમલાખોરનું મોત

ટ્રમ્પે વ્યકત કર્યો શોક
ન્યુયોર્ક : અમેરીકાની ચર્ચામાં આજે પ્રાર્થનાના સમયે એક શખ્સે અંધાધુંધ ગોળીબાર કરી અને ર૭ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે ત્યારે આ શખ્સ પણ ઠાર મારી દીધો હોવાનો ઉલ્લેખ કરી અને અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ ટવીટ કરી અને ઘટના અંગે શોક વ્યકત કરવામા આવ્યો છે.

 

સેન એન્ટોનિયો : અમેરિકાના ટેકસાસ રાજયના સધરલેન્ડ્‌સ સ્પ્રિન્ગ્સમાં આવેલા એક ચર્ચમાં ગઈ કાલે રવિવારે એક બંદૂકધારીએ  બેફામપણે ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૨૭ જણ માર્યા ગયા છે. માર્યા ગયેલાઓમાં પાંચ વર્ષના બાળકથી લઈને ૭૨ વર્ષના વૃદ્ઘનો સમાવેશ થાય છે. અમેરિકાના ટેકસાસ રાજયના બેપ્ટિસ્ટ ચર્ચમાં બંદૂકધારીનો આડેધડ ગોળીબાર, ૨૭નાં મરણની ટેકસાસના ગવર્નર ગ્રેગ એબટે પત્રકાર પરિષદમાં આ ઘટનાની જાણકારી આપી હતી.બંદૂકધારીને ડેવીન પેટ્રિક કેલી તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એ ૨૬ વર્ષનો છે. ગોળીબારની ઘટના સેન એન્ટોનિયોથી લગભગ ૬૫ કિ.મી. પૂર્વ બાજુએ આવેલા સધરલેન્ડ સ્પ્રિંગ્સ વિસ્તારના ફર્સ્ટ બેપ્ટિસ્ટ ચર્ચમાં બની હતી. ગોળીબારમાં બીજાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે.
મૃત્યુ પામેલાઓમાં ચર્ચના  પેસ્ટર ફ્રાન્ક પોમેરોયની ૧૪ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. આ જાણકારી  પોમેરોયના પત્ની અને મૃત છોકરીનાં માતા શેરી પોમેરોયે આપી હતી.હુમલાખોરનો  પીછો કરવામાં આવ્યો હતો. બાદમાં એ તેના વાહનની અંદર બંદૂકની ગોળીના જખમ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો.