અમેરિકા ભારતને ‘ઔકાત’માં રાખેઃ પાક. મીડિયા બળી મર્યું

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના ઉર્દૂ મીડિયામાં છેલ્લા દિવસોમાં ભારતની ખૂબ ચર્ચા થઈ હતી. એનું કારણ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સંરક્ષણ કરાર છે. પાકિસ્તાનને જ્યાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફટકાર મળી રહી છે, તો બીજી બાજુ તે ભારતને આવકારી રહ્યું છે. બન્ને એકબીજાની વધુ નજીક આવી રહ્યાં છે. એવામાં પાકિસ્તાનના ઉર્દૂ મીડિયાના પેટમાં દુખાવો થવો સ્વાભાવિક છે.
પાકિસ્તાનના કેટલાક ઉર્દૂ અખબારો પર નજર કરીએ તો રોજનામા ‘જસારત’ એ તંત્રીનું શીર્ષક ‘ભારત પર અમેરિકી મહેરબાનિયાં.’ અખબાર લખે છે કે, અમેરિકા ભારતને વિશ્વશક્તિ બનાવવામાં મદદ કરી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ કરાર અને સહયોગ ચીનને કાબૂમાં રાખવા માટે છે અને એને જલદી રોકવામાં નહીં આવે તો સ્થિતિ ગંભીર બનશે.