અમેરિકા ભારતને અપાચે ઍટૅક હેલિકૉપ્ટર- મિસાઇલો વેચશે

વૉશિંગ્ટનઃ અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને ૯૩ કરોડ ડૉલરમાં છ એએચ-૬૪ઇ અપાચે હેલિકૉપ્ટર અને હેલફાયર તેમ જ સ્ટિન્ગર મિસાઇલો વેચવા માટેના સોદાને મંજૂરી આપી હતી.
પેન્ટાગૉને બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા ભારતને સ્વરક્ષણ માટે અને પ્રાદેશિક ભયની સામે ડારકશક્તિ તરીકે આ હેલિકૉપ્ટરો અને મિસાઇલો વેચશે. ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓને અને ભારતનાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસને આગામી મહિને વૉશિંગ્ટન ડીસીમાં મળવાના છે.