અમેરિકા પાકિસ્તાનને ૩૩.૬ કરોડ ડોલરની સહાય કરશે

નવી દિલ્હી : અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ અમેરિકાએ આતંકવાદ અને પાકિસ્તાન વિરૂદ્ધ લાલ આંખ કરી છે. આતંકવાદ મુદે અમેરિકાએ ૨૫૫ મિલિયન ડોલરની સહાય પર રોક લગાવી છે. પરંતુ તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં અમેરિકાએ  પાકિસ્કતાનને સૈન્ય મદદ માટે બજેટની ફાળવણી કરી છે. પરંતુ આ બજેટની ફાળવણી પાછળ કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે.ટ્રમ્પ સરકારે એક ઓક્ટોબરમાં શરૂ થનારા નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે ૪૦ ખરબ ડોલરનું વાર્ષીક બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં પાકિસ્તાન માટે ૨૫.૬ કરોડ ડોલરની અસૈન્ય અને ૮ કરોડ ડોલરની સૈન્ય મદદનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. ટ્રમ્પ સરકારે બજેટ માટે એ પણ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી પાકિસ્તાન આંતકવાદ વિરૂદ્ધ કડક
પગલાં નહીં ભરે ત્યાં સુધી આ બજેટની ફાળવણી પાકિસ્તાનને કરવામાં નહીં આવે. અગાઉ ટ્રમ્પ સરકારે આતંકવાદ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા બે અરબ ડોલરની સહાય પર રોક લગાવી દીધી હતી. સૂત્રોનું માનીએ તો ટ્રમ્પ સરકારના નિર્ણય બાદ પાકિસ્તાનમાં આતંકીઓના આકાઓની મુશ્કેલી વધી શકે છે.