અમેરિકા અને કોરિયા દુશ્મની ભૂલી શકે, તો પાકિસ્તાન અને ભારત આમ કરી શકે નહીં?

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ અને
પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફે ભારતને પાકિસ્તાન સાથે શાંતિ માટેની વાતચીત શરૂ કરવા હાકલ કરી છે. શાહબાઝ શરીફે કહ્યુ છે કે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે સિંગાપુર શિખર વાતચીત પાડોશી દેશો પાકિસ્તાન અને ભારત માટે એક સારું ઉદાહરણ હોવું જોઈએ. તેમણે કહ્યુ છે કે જો અમેરિકા અને નોર્થ કોરિયા વાતચીત કરી શકે છે. તો ભારત અને પાકિસ્તાન આમ કેમ કરી શકે નહીં?શાહબાઝ શરીફે ટિ્‌વટ કરીને કહ્યુ છે કે કોરિયન યુદ્ધના શરૂ થયા બાદથી બંને દેશો એકબીજાના માર્ગમાં અડચણો અટકાવતા રહ્યા છે. બંને એકબીજા વિરુદ્ધ પરમાણુ શસ્ત્રો સાથે લશ્કરનો ઉપયોગ કરવાની ધમકી આપતા રહ્યા છે. જો અમેરિકા અને ઉત્તર કોરિયા પરમાણુ મામલે વિવાદના શિખર પરથી પાછા ફરી શકતા હોય તો એનું કોઈ કારણ નથી કે પાકિસ્તાન અને ભારત આમ કરી શકે નહીં.