અમેરિકામાં ૪૯% લોકો રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની તરફેણમાં

વોશિંગ્ટનઃ નોકરી આપવાના મુદ્દે ૬૦% અમેરિકન્સે ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, ૪૯% લોકોનું માનવું છે કે કોંગ્રેસ (અમેરિકન સંસદ)માં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો જોઈએ. આ વાત શુક્રવારે જાહેર થયેલા એક ઓપિનિયન પોલમાં સામે આવી છે. ૨૬થી ૨૯ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં ૧૦૦૩ પુખ્ય વયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.વોશિંગ્ટન પોસ્ટ-એબીસી ન્યૂઝના પોલમાં કહેવામાં આવ્યું છે કે ૩૬% અમેરિકન ટ્રમ્પના પર્ફોમન્સથી ખુશ છે. સર્વે ત્યારે કરવામાં આવ્યો જ્યારે ટ્રમ્પના પૂર્વ કેમ્પેન ચેરમેન પોલ માનફોર્ટ ટેક્સ અને છેતરપિંડી કેસમાં દોષી પુરવાર થયા. ટ્રમ્પના એટોર્ની રહી ચૂકેલા માઇકલ કોહેને પણ એક મહિલાને પૈસા આપવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. મહિલાએ ટ્રમ્પની સાથે શારિરીક સંબંધ હોવાનો દાવો કર્યો હતો. આ પહેલા વોશિંગટન પોસ્ટ-એબબીએસ ન્યૂઝે એપ્રિલમાં સર્વે કર્યો હતો. તે મુજબ, ટ્રમ્પના કામને ૪૦% પસંદ અને ૫૬% લોકોએ નાપસંદ કર્યા હતા.