અમેરિકાની ૨૦૦ કંપનીઓ પર એકસાથે હેકર્સે રેનસમવેર એટેક કરતા ખળભળાટ

(જી.એન.એસ.)વોશિંગ્ટન,અમેરિકા ફરી એક વખત સાયબર એટેકનો ભોગ બન્યુ છે.અમેરિકાની ૨૦૦ કંપનીઓ પર એક સાથે હેકર્સે રેનસમવેર એટેક કર્યો છે.ળતી વિગતો પ્રમાણે ફ્લોરિડાની એક આઈટી કંપનીના સર્વરને પહેલા હેકર્સે ટાર્ગેટ કર્યુ હતુ અને તે પછી આ કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરતી બીજી કંપનીઓ સુધી હેકર્સ પહોંચ્યા હતા.સાયબર એટેકનો ભોગ બનનાર કંપની કાસિયાનુ કહેવુ છે કે, આ સંભવિત એટેકની તપાસ કરવામાં આવી રહી છે.સાયબર એટેક પાછળ રશિયન હેકર્સનો હાથ છે.અમેરિકામાં સાયબર સિક્યુરિટીનુ કામ કરતી એજન્સીનુ કહેવુ છે કે, આ સાયબર એટેક શુક્રવારે બપોરે થયો હતો.જ્યારે મોટાભાગની અમેરિકન કંપનીઓના કર્મચારીઓ લાંબા વીક એન્ડ પર જવાની તૈયારી કરી રહ્યા હતા.આઈટી કંપની કાસિયાના કહેવા પ્રમાણે હેકર્સે કંપનીના કોપ્રોટે સર્વર, નેટવર્ક ડિવાઈસ ચલાવતી એક એપ્લિકેશન સાથે છેડછાડ કરી છે.હવે કંપની પોતાની ક્લાયન્ટ કંપનીઓને સર્વર શટડાઉન કરવા માટે જણાવી રહી છે.બહુ ઓછી સંખ્યામાં કંપનીઓ તેના કારણે પ્રભાવિત થઈ છે.જોકે સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સનુ કહેવુ છે કે, આ એટેકના કારણે ૨૦૦ કંપનીઓ પર અસર થઈ છે અને આ સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે.આઈટી કંપની કાસિયાએ જોકે પ્રભાવિત થયેલી કંપનીઓો આંકડો આપવાની ના પાડી દીધી છે.સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સે ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારીમાં શંકા વ્યક્ત કરી છે કે, આ હુમલા પાછળ રશિયાની રેવિલ નામની નામચીન રેનસમવેર હેકર્સ ગેંગનો હાથ છે.આ દુનિયાની સૌથી ખતરનાક સાયબર ગેંગ્સ પૈકીની એક છે.મે મહિનામાં થયેલા એક સાયબર એટેક માટે એફબીઆઈ આ ગેંગને દોષી ઠેરવી ચુકી છે.