અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલ હતી જઃ ટ્રમ્પના સલાહકાર

મ્યુનિકઃ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સલામતીની બાબતોના સલાહકારે જણાવ્યું હતું કે, અમેરિકામાં ૨૦૧૬ની ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાના રશિયાના કાવતરા અંગે મળેલી સાબિતીનું ખંડન કરી શકાય તેમ નથી. તેમના સ્ફોટક નિવેદનમાં કરવામાં આવેલા નવા ગુનાઇત આક્ષેપો પરથી અમેરિકન તપાસકર્તાઓએ રાજકીય ચર્ચાવિચારણામાં પલટો આવવાની શક્યતા જણાઈ રહી છે. મ્યનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં એચ આર મૅકમાસ્ટરે ટ્રમ્પના નિવેદનથી વિરુદ્ધ નિવેદન કર્યું હતું. ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીમાં પોતાને મળેલા વિજયમાં રશિયાનો હસ્તક્ષેપ હોવાના દાવાને ‘અફવા’ તરીકે લેખાવીને ફગાવી દીધો હતો. મૅકમાસ્ટરે પરિષદમાં રશિયાના પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે એફબીઆઇ દ્વારા કરવામાં આક્ષેપો હવે જાહેર કરવામાં આવ્યા છે. રશિયાની દખલગીરીને લગતી મળેલી સાબિતીની વિગતવાર માહિતી આપતાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં કાવતરાખોરો વચ્ચે ઇ-મૅલ પર થયેલી વાતચીતના કરવામાં આવેલા પર્દાફાશ પરથી અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ કરેલી દખલગીરીના મામલે ગુપ્તચરોએ વધુ સ્ફોટક માહિતી એકત્રિત કરી હોવી જોઈએ.