અમેરિકાઃ મિનિયાપોલીસ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ, ૭ લોકો ઘાયલ

CHICAGO, IL - APRIL 15: Chicago Police officers guard the front entrance the their headquarters building during a rally on April 15, 2021 in Chicago, Illinois. The rally is held in protest of the killing of 13-year-old Adam Toledo by a Chicago Police officer on March 29th. The video of the fatal shooting was released on Thursday to the general public by the Civilian Office of Police Accountability more than two weeks after the incident took place. Kamil Krzaczynski/Getty Images/AFP (Photo by Kamil Krzaczynski / GETTY IMAGES NORTH AMERICA / Getty Images via AFP)

(જી.એન.એસ)ન્યુયોર્ક,અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ થયું છે. અમેરિકન મીડિયા પ્રમાણે આ ફાયરિંગમાં અમુક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઈન્ડિયાનાપોલિસ મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (આઇએમપીડી)ના પ્રવક્તા જેની કુકે જણાવ્યું, આ ઘટના ઈન્ડિયાનાપોલિસમાં મિરાબેલ રોડ ૮૯૫૧માં ફેડ એક્સ ફેસિલિટીમાં થયો છે.ગુરુવારે રાતે થયેલી આ ઘટનાની તપાસ ઈન્ડિયાનાપોલિસ મેટ્રોલિન પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહી છે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું, જ્યારે તેમના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમનો સામનો શૂટર સાથે થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલા ખોરે પોતાનો પણ જીવ લઈ લીધો છે.એરપોર્ટ પાસે થયેલી ફાયરિંગમાં અમુક લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. જોકે હજી આ સંખ્યા સ્પષ્ટ થઈ નથી. ઘટના દરમિયાન ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, તેમણે આરોપીઓને ફાયરિંગ કરતાં જોયા છે. તેઓ જાહેરમાં લોકો પર ફાયરિંગ કરી રહ્યા હતા.ગયા મહિને અમેરિકાના કોલોરાડો પ્રાંતના બોલ્ડર વિસ્તારમાં આવેલા એક સુપરમાર્કેટમાં ફાયરિંગની ઘટના થઈ હતી. જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની ઓળખ અહમદ અલ અલીવી અલીસા તરીકે કરવામાં આવી હતી.