અમિત શાહ જયા ફરશે ત્યાં કોંગ્રેસને જ થશે ફાયદો : શકિતસિંંહ ગોહીલ

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે નિવેદનબાજી પણ તેજ બની જવા પામી ગઈ છે. આજથી રાહુલ ગાંધીના પ્રચારનો ત્રીજા તબક્કો ગુજરાતમાં શરૂ થઈ જવા પામી ગયો છે ત્યારે પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહીલ દ્વારા પ્રતિક્રીયાઓ આપવામા આવી હતી અને ભાજપ તથા અમિત શાહ પર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીનો ઝંજાવાતી પ્રવાસ યોજાઈ રહ્યો છે. કોંગ્રેસને પ્રજા સમક્ષ આવકાર મળી રહ્યો છે. અમિત શાહ ગુજરાતમાં જયા જયા ફરશે અને જશે ત્યા ત્યા કોંગ્રેસને મોટો ફાયદો થવા પામી રહ્યો છે કારણ કે તેમના વિકાસનો મોડેલ તો હાલમાં જ તેમના પુત્ર જય શાહની કંપનીનો ખુલાસો થવા પામી ચૂકયો છે. લોકોને હવે ખબર પડી ગઈ છે કે અહી અચ્છેદીન માત્ર અમિત શાહ અને ભાજપના જ આવ્યા છે. પ્રજા તો ઠેરની ઠેર જ રહી જવાપામી ગઈ છે. પ૦ હજાર વાળી જયશાહની કંપની ન્યાલ થઈ ગઈ અને ભારતવાસીઓને હજુય ૧પ લાખ ખાતામાં આવવાની ઈંતેજારી જ રહેલી છે.