અમિત શાહનો એક ફોન અને ‘ભારત બંધ’માં શિવસેનાએ કરી પીછેહઠ

નવી દિલ્હી : પેટ્રોલ-ડિઝલ પર કોંગ્રેસના ભારત બંધમાં ઘણી રાજકીય પાર્ટીઓ સાથ આપી રહી છે તો કેટલીક પાર્ટીએ અંતિમ ક્ષણમાં સાથ છોડી દીધો છે. મહારાષ્ટ્રમાં પોતાની પકડ અને અસર રાખનારી શિવસેનાએ અચાનક ભારત બંધમાં સામેલ થવાની ના પાડી દીધી છે.
કોંગ્રેસ શિવસેના પાસેથી તેલની વધતી કિંમતો પર સરકાર વિરુદ્ધ દેશભરમાં વિરોદ પ્રદર્શન માટે શિવસેનાનું સમર્થ માંગ્યું હતું. શિવસેના રાજ્ય અને કેન્દ્ર બંનેમાં પોતાના સહયોગી દળ ભાજપાની વધારે સમસ્યા પર ભારે ટીકાઓ કરતી નજરે જોવા મળી છે. પરંતુ ભારત બંધમાં સામેલ ના થવા પાછળ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો એક ફોન કોલ કહેવામાં આવી રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું, ‘અમિત શાહ તરફથી ફોન આવ્યો હતો. ઝ્રસ્ દેવેન્દ્ર ફડણવીસે પણ કોલ કર્યો હતો. હવે અમે ખુલ્લી રીતે બંધને સમર્થન ના આપવાનો નિર્ણય લીધો છે. અમે જાતે જ પેટ્રોલની વધતી કિંમતો વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છીએ અને ભાજપ સરકારની નીતિઓનો વિરોધ પણ કરી રહ્યા છીએ.’
સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના કેટલાક સીનિયર નેતા અને કાર્યકર્તા પણ ઇચ્છતા હતા કે ભારત બંધમાં કોંગ્રેસ અને એનસીપીનું શિવસેના સમર્થન કરે. પરંતુ બંધના એક દિવસ પહેલા જ શિવસેનાએ પીછે હઠકરી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે શિનસેનાને બંધમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. કોંગ્રેસના આગ્રહ પર સંજય રાઉતે જણાવ્યું કે શિવસેના બંધમાં ભાગ લેશે નહીં જ્યારે રાજ ઠાકરેના મનસેએ કહ્યું કે એ બંધમાં ભાગ લેશે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર આ બંધ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ ૨૧ રાજકીય પાર્ટીઓનો સાથ એમને મળ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ભારત બંધને સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને બીજા કેટલાક અન્ય દળ સમર્થન કરી રહ્યા છે.