અમારી સામે ષડયંત્ર ચાલી રહ્યું છે : ચીન

વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થવાની વાતે ચીને ભણ્યો નનૈયો

બીજીંગઃ વિશ્વની મહાસત્તાની હોળમાં માનવજાતી માટે આફત ઉભી થઈ છે. આજે જયારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે વિશ્વને માનવજાતિ સહિત બચાવવાની ઝઝુમી રહી છે, ત્યારે વિશ્વના મોટા દેશો ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાના દાવાઓ કરી રહ્યા છે, જાે કે ચીન પોતાની સામે ષડયંત્ર ચાલી રહ્યો હોવાનો બચાવ કરી રહ્યો છે. ચીન, વુહાન લેબ અને કોરોના વાયરસને લઈને અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીના હજારો ખાનગી ઇમેઇલ્સ સામે આવ્યા પછી ચીન તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. આ ઇમેઇલના ખુલાસા બાદ ચીને ફરી એક વાર વુહાન લેબમાંથી કોરોના વાયરસ લિક થવાનો ઇનકાર કર્યો છે. ચીને તેને એક ષડયંત્ર ગણાવ્યું છે.આ અંગે સ્પષ્ટતા આપતાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું યુએસ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એપ્રિલ ૨૦૨૦ માં, યુ.એસ.ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર, ફ્રાન્સિસ એસ કોલિન્સ, અનેક યુ.એસ. સંશોધન સંસ્થાઓના વડાઓને ડો. એન્થોની ફૌચીના સહિતના પત્રમળ્યા છે. ડો.ફૌચીએ તે સમયે એક વુહાન લેબમાંથી વાયરસ લિકને નકારી કાઢ્યો હતો. કોરોના વાયરસના મૂળને શોધી કાઢવાના મુદ્દા પર વાંગે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણા નિષ્ણાતોએ વૈજ્ઞાનિક, તર્કસંગત, ઉદ્દેશ્ય અને પક્ષપાત અવાજ ઉઠાવ્યો છે.