અમરાપરમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા વિધર્મી નરાધમની ધરપકડ

પાછલા બે વર્ષથી છરીની અણીએ આચરતો હતો બળાત્કાર : વિડીયો ક્લિપ ઉતારી ૪૬૦૦ની કરી હતી લૂંટ : રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

 

અંજાર : તાલુકાના અમરાપર ગામે રહેતી પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારી વિડીયો ક્લિપ ઉતારી ૪૬૦૦ની લૂંટ ચલાવી નાસી છુટેલા નરાધમને પોલીસે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જુની દુધઈ ગામે રહેતા અલ્લારખા કાસમ સમા (ઉ.વ.૩૮)એ અમરાપરમાં રહેતી ર૪ વર્ષિય પરિણીતાને છરી બતાવી પાછલા બે વર્ષથી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારી વિડીયો ક્લિપ ઉતારી ૪૬૦૦ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા શર્મનાક ઘટના તા. ૧૦-૮-૧૮ના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
દુધઈ પોલીસે આરોપી સામે બળાત્કારનો ભોગ બનેલી પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઈ સી. ડી. પટેલે તપાસ હાથ ધરી હતી. ગુનો નોંધાયા બાદ નાસી છુટેલા અલ્લારખા કાસમ સમા (ઉ.વ.૩૮) (રહે. જુની દુધઈ, તા.અંજાર)ને પકડી પાડયો હતો. આરોપી પાસેથી કાર કબજે કરવા માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું.