(જી.એન.એસ)અમદાવાદ,અમરાઇવાડી મા થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ૪ આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજમા મૃતકને એક્ટિવા પર બેસાડી હત્યા સ્થળ પર લાવનાર આરોપી ઝડપાયા છે. જોકે આ ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયરના ભાઈની સંડોવણી અંગે પોલીસ મૌન સેવી રહી છે. ઉપરાંત હત્યાના ગુનામા અપહરણની કલમનો પણ ઉમેરો કરવામા આવ્યો છે.૯ એપ્રિલની રાતે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કોલોની ગેટ નંબર ૭ પાસે ચંદન ગૌસ્વામી નામના યુવક પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે ગુના મા અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે અંકિત દેસાઈ. સાહિલ દેસાઈ, જીગર દેસાઈ અને મેહુલ દેસાઈ ની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી યુવક ને એક્ટિવા પર લઈ જઈ માર માર્યો હતો. જેમા સારવાર દરમિયાન ચંદનનું મોત નિપજ્યું હતુ. જે અંગે પોલીસે હત્યા ની કલમો હેઠળ ગુનો નોંધી ૪ આરોપી ને ઝડપી લીધા છે. જોકે હત્યા પહેલા યુવકનુ અપહરણ થયુ હોવાનુ સામે આવતા પોલીસે હત્યા ની કલમો પણ ઉમેરી છે.પકડાયેલા આરોપી ની પુછપરછ બાદ હત્યા નુ કારણ સામે આવ્યુ છે. મૃતકનો પરિવાર જાહેર બેસવા બાબતે હત્યા થઈ હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ આરોપી મૃતક પર ગાળો બોલવાની અને અસામાજિક પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે સાથે ચંદનની હત્યાના ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈના ભાઈ રામજી અને કાનજી દેસાઈની સંડોવણી અંગે આક્ષેપ હોવા છતા પોલીસે ૭ દિવસ બાદ પુછપરછ સુધ્ધા કરી નથી. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે.. આરોપી ને પોલીસ અધિકારીઓ છાવરી રહ્યા છે. જોકે હત્યાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ કેટલી હદે આરોપીને મદદ કરે તે સવાલ છે.હત્યાના ગુનામા પોલીસે ૪ આરોપી ની ધરપકડ તો કરી લીધી પરંતુ મુખ્ય આરોપી કોણ છે તે શોધી શકી નથી. તેવામા રાજકીય વઘ ધરાવતા આરોપીની સંડોવણી અંગે સતત આક્ષેપ થઈ રહ્યા છે. જોકે પોલીસ આવા આરોપી વિરુધ્ધ કોઈ પગલા લે છે. કે કાયદો રાજકીય વગ સામે પાંગળો સાબિત થાય છે. તે જોવુ મહત્વનુ છે.