અમદાવાદ-વડોદરા હાઇવે પર એસયુવી કારે ઇકો કારને ટક્કર મારતા અકસ્માત

(જી.એન.એસ.)ખેડા,ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસયુવી કારના ચાલેક ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ખેડા જિલ્લાના અમદાવાદ- વડોદરા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અમદાવાદ-વડોદરા હાઈવે પર પીજ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી ઇકો કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી નંબર પ્લેટ વગરની એસયુવી કારને જોરદાર ટક્કર મારી હતી.ઈકો કારને એસયુવી કારે પાછળથી ટક્કર મારતા ઈકો કાર ચાલક સહિત એક વૃદ્ધ મહિલાને ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘાયલોને સરાવર અર્થે ૧૦૮ ની મદદથી નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.