અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતઃ બેના મોત (જી.એન.એસ.)ખેડા,તા.૨૧ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. વાઠવાળી પાસે એક્સપ્રેસ વે પર ટ્રકને પાછળથી આઇશરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે પર અને ટ્રક ક્લિનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વાઠવાળી પાસે મોડી રાતે ટ્રકની પાછળ આઇસર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. હાલ પોલીસ આ ટ્રક અને આઇસર કોની માલિકીનાં છે અને મૃતકો કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.

x(જી.એન.એસ.)ખેડા,અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. વાઠવાળી પાસે એક્સપ્રેસ વે પર ટ્રકને પાછળથી આઇશરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે પર અને ટ્રક ક્લિનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વાઠવાળી પાસે મોડી રાતે ટ્રકની પાછળ આઇસર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે.હાલ પોલીસ આ ટ્રક અને આઇસર કોની માલિકીનાં છે અને મૃતકો કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.