અમદાવાદ જિલ્લા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના ૮ ઓબ્ઝર્વર નિમાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ૨૧મીથી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થનાર છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ચૂંટણી પ્રચાર ખર્ચથી માંડી તમામ પ્રક્રિયાની દેખરેખ માટે ઓબ્ઝર્વર નીમવામા આવ્યા છે.જેમાં અમદાવાદ જીલ્લામાં ૮ ઓબ્ઝર્વર નિમાયા છે. ૨૦મીથી તમામ ઓબ્ઝર્વર ૨૧ બેઠકોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખશે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા નવી જોગવાઈ મુજબ ઉમેદવારે ૨૮ લાખ સુધીના ખર્ચ કરવાનો રહેશે.ઉમેદવારના ચૂંટણીપ્રચાર ખર્ચથી માંડી પાર્ટી દ્વારા અપાતા ફંડ સહિતની તમામ નાણાકીય બાબતો પર દેખરેખ માટે હાલ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જીલ્લાદીઠ એક નોડલ ઓફિસરની તથા સ્કવોડ ટીમની નિમણૂંક કરી દેવામા આવી છે.પરંતુ જેના પર કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા નિમાતા ખાસ ઓબ્ઝર્વર દેખરેખ રાખશે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં કુલ ૬૬ ઓબ્ઝર્વર નિમાયા છે.જેમાં અમદાવાદ જીલ્લામાં ૮ ઓબ્ઝર્વર નિમાયા છે.અમદાવાદ જીલ્લામાં સૌથી વધુ ૨૧ બેઠકો છે.જેમાં કેટલાક ઓબ્ઝર્વર પાસે ત્રણ બેઠકો અને કેટલાક પાસે બે બેઠકોના ઉમેદવારોના ચૂંટણીખર્ચની દેખરેખની કામગીરી રહેશે. ૨૦મીથી આ ૮ ઓબ્ઝર્વર તમામ બાબતો પર ચાંપતી નજર રાખશે જેમાં ઉમેદવાર દીઠ કેટલો ખર્ચ કરવામા આવ્યો છે,કેટલા ખર્ચની મંજૂરી લેવાઈ છે તથા રજિસ્ટ્રર્માં ખર્ચ બરોબર નોંધાયો છે કે તે તમામ બાબતોની ચકાસણી કરશે.