અમદાવાદમાં સોના-ચાંદીની દુકાનોમાંથી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદમાં ઘરફોડ, લૂંટ અને સ્નેચિંગના ગુનાઓમાં મોટો વધારો થયો છે. શહેરમાં એકલ દોકલ રહેતા વૃદ્ધો પણ સલામત નથી. ત્યારે શહેરમાં સોના ચાંદીની દુકાનોમાંથી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગ પાસેથી સોનાના દાગીના સહિત કુલ દોઢ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે સર્વેલન્સ સ્કવોર્ડના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યાં તેમને બાતમી મળી હતી કે, કાજલ ઠાકોર તથા તેજલ દંતાણી નામની બે સ્ત્રીઓ કોઈ જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ મુદ્દામાલ સગેવગે કરવા સારુ પગે ચાલતા રંગોલીનગર તરફથી આવી નારોલ સર્કલ તરફ જનાર છે.જેમાં કાજલ ઠાકોરે કાળા લાલ તથા લીલા કલરના ફુલોની ભાતવાળી સાડી પહેરેલ છે. તથા તેજલ દંતાણીએ લાલ તથા કાળા કલરની ટી શર્ટ તથા કાળા કલરનો લાલ ટપકાવાળો લેંઘો પહેરેલ છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને આ મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસને તેમની પાસેથી અલગ અલગ પ્રકારના દાગીના મળી આવ્યા હતાં.સર્વેલન્સ સ્કોડના અધિકારીઓપોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન પેટ્રોલિંગ ફરતા ફરતા નારોલ રંગોલીનગર બ્રિજ ગરનાળા પાસે આવતાં બાતમી મળેલ કે “ જે બાતમી આધારે વોચમા રહેતા બાતમી હકીકતમાં જણાવેલ વર્ણનવાળી બે સ્ત્રીઓ આવતાં તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓના કબ્જામાંથી અલગ અલગ સોનાના દાગીનાઓ મળ્યા હતાં. પોલીસે તેમની પુછપરછ કરતાં તેઓએ આજથી સાતેક દિવસ અગાઉ નારોલ મોની હોટલના ખાંચામાં આવેલ એક સોનાની દુકાન તેમજ નારોલ નંદનવન રેસીડેન્સી પાસે આવેલ એક સોનાની દુકાન એમ બંને દુકાનોમાંથી સોનાના દાગીનાઓની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.આ બાબતે તપાસ કરતાં નારોલ પોલીસ સ્ટેશન પાર્ટછમાં આ મુજબનો ગુનો નોધાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલની સો ટકા રિકવરી કરી નારોલ પોલીસ સ્ટેશનનો મિલ્કત સબંધી અનડીટેકટ ગુનો શોધી કાઢી કાઢ્યો હતો.