અમદાવાદમાં લૂંટારુ બેફામઃ વાણિજ્ય ભવન પાસેથી ૧૬ લાખ રુપિયાની લૂંટ

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે અને પોલીસનો પણ ડર રહ્યો નથી. શહેરમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વધુ લૂંટ થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં થયેલી લૂંટની ઘટનાના ૨૪ કલાકમાં જ કાંકરિયા રોડ પર વાણિજ્ય ભવન પાસેથી ડિસ્ટ્રિબ્યુટર એજન્સીના કર્મચારીને લૂંટી લેવાયા છે. લૂંટારુઓ વેપારી પાસેથી રૂ. ૧૬ લાખથી વધુની લૂંટ ચલાવી બે આરોપીઓ નાસી છૂટ્યા હતા.
આ અંગે જાણ થતા કાગડાપીઠ પોલીસ તેમજ ક્રાઈમ સહિતની એજન્સીઓએ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.લૂંટ કરનાર આરોપીઓએ ભોગ બનનાર પાસેથી પોતાની માતા સાથે વાત કરવાના બહાને મોબાઈલ માંગ્યો હતો. ત્યાર બાદ ખોખરામાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભોગ બનનાર પોતાની ઓફીસ કાગડાપીઠ આવી ગયો. આરોપીઓએ બેગ ઝૂંટવીને લૂંટની ઘટનાંને અંજામ આપ્યો હતો.મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના ૨૦ ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી અનિલ અને યોગેશ પરમાર પાસેથી લૂંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. અનિલ અને યોગેશ અમરાઈવાડી ખાતે આવેલ શ્યામ ડિસ્ટ્રિબ્યુટ એજન્સીના કર્મચારીઓ હતા. આ એજન્સી પાસે ૈં્‌ઝ્રની ડીલરશીપ છે, જેની રોજબરોજની રોકડ રકમ કાંકરીયા રોડ પર વાણિજ્ય ભવન પાસે આવેલ બેન્કમાં જમા કરવા જતા હોય છે. સોમવારે સવારે બેંકમાં પૈસા જમા કરાવવા જતા હતા.અનિલભાઈ આજે સવારે નવ વાગ્યે ઘરેથી નોકરી પર પહોંચ્યા હતાં. જ્યાં તેઓ રોજના કામ મુજબ કંપનીના કેશિયર જયેશભાઈએ તેમને ૧૬ લાખ ૨૯ હજાર રૂપિયા ઘંટાકર્ણ માર્કેટ ખાતે આવેલ ICICI બેંકમાં જમા કરાવવા માટે આપ્યા હતાં. આ પૈસા અનિલભાઈએ પોતાની પાસે રહેતી કાળી બેગમાં મુકીને પોતાના એક્ટિવા પર નીકળ્યા હતાં. બાદમાં ખોખરા ખાતે ૩૨ નંબરના દવાખાનાની સામે ભાલકેશ્વર મંદિરની બાજુમાં કાળા કલરના પલ્સર બાઈક પર આવેલા બે માણસોએ અનિલભાઈને રોક્યા હતાં. આ બંને માંથી એક માણસને અનિલભાઈ ઓળખતાં હતાં. અનિલભાઈએ પોલીસને જણાવ્યા પ્રમાણે બંને જણાએ તેમને રોકીને માતા સાથે વાત કરવી છે એમ જણાવીને મારી પાસે મોબાઈલ માંગ્યો હતો. નંબર નહીં લાગતાં તેમણે મને મોબાઈલ પરત આપીને તેઓ ત્યાંથી નીકળી ગયાં હતાં.ત્યાર બાદ આ બંને માણસોને મારી પાછળ આવતાં મેં રસ્તો બદલી નાંખ્યો હતો એમ અનિલભાઈએ પોલીસને જણાવ્યું હતું. આ બંને શખસોએ ફરીવાર મારો પીછો કર્યો હતો. તેમણે મને રોંગ સાઈડમાં ઉભો રાખ્યો હતો. તેમણે મને ધમકી આપી હતી કે અમારી પાસે રિવોલ્વર છે તારી પર ફાયરિંગ કરી દઈશ આ તારી બેગ અમને આપી દે. ત્યાર બાદ રાજા નામના વ્યક્તિએ મને ચાકુથી મારવાની ધમકી આપી અને મારી બેગ ઝૂંટવીને બંને જણા પોતાની બાઈક પર ભાગી ગયાં હતાં.