અમદાવાદમાં ગુંડારાજ જેવી સ્થિતિ, માત્ર ૩૦૦ રૂપિયા માટે કરાઈ યુવકની હત્યા

(જી.એન.એસ.) અમદાવાદ, રાજ્યના સૌથી મોટા મેગા સીટી કહેવાતા અમદાવાદમાં હત્યા, અપહરણ કે લુંટની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે અને અપરાધીઓને જાણે કાયદાનો કોઈ પ્રકારનો ખૌફ રહ્યો નથી એ સ્થિતિ સપાટી પર આવી રહી છે.આ જ સમયમાં અમદાવાદમાં લૂંટના ઈરાદે એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનાની સૌથી ચોકાવનારી વાત એ છે કે, યુવકની લુંટારાઓએ માત્ર ૩૦૦ રૂપિયા માટે જ કરી હતી.આ બનાવ અંગે મળી રહેલી માહિતી મુજબ , મૃતક યુવક શહેરના નરોડા રોડ પર રહેતા હતા અને તેઓ ખાનગી કારખાનામાં નોકરી કરતા હતા. પરતું ૧૮ એપ્રિલના રોજ તેઓ જયારે નોકરીએ ગયા હતા પણ સમય મુજબ પરત આવ્યા ન હતા. ત્યારબાદ પતિ સાડા આઠેક વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે તેઓના માથામાં પાછળના ભાગે ઈજા થઈ હતી અને તેઓના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું.આ ઘટના અંગે સામે આવ્યું કે, શહેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે આંતરીને તેઓની પાસે ઝપાઝપી કરી હતી અને જ્યારે વ્યક્તિ રોડ ઉપર પડી ગયા ત્યારે ૩૦૦ રૂપિયાની લૂંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. બે શખ્સો માંથી એક શખશે આ વ્યક્તિને માથાના ભાગે પથ્થર માર્યો હતો. જોકે સારવાર દરમિયાન આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે શહેરકોટડા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.