અમદાવાદમાં એસએનબ્લુ હોટલમાં દારુ મહેફિલ માણતા ૯ નબીરા ઝડપાયા

(જી.એન.એસ.)અમદાવાદ,વસ્ત્રાપુર પોલીસે હોટલમાંથી દારૂ મહેફિલ પકડી પાડી છે. શહેરની એસ.એન.બ્લુ હોટલમાં દારૂ મહેફિલ માળતાં ૯ નબીરાઓ ઝડપાયા છે. હોટલમાં પાર્ટી કરવા ભેગા થયાં હતાં. પાર્ટીમાં ૨ યુવતીઓ પણ સામેલ હતી. યુવતી દારૂ નશામાં ન હોવાથી છોડી દીધી. વસ્ત્રાપુર પોલીસે ૯ લોકોની ધરપકડ કરી મેડીકલ ચેકઅપ કરાયું.
વસ્ત્રાપુર પોલીસે બાતમીને આધારે રેડ કરતાં ૯ લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. મેડિકલ ચેકઅપમાં દારૂ પીધાનું જણાતા તેમની અટક કરી પૂછપરછ કરવામાં આવી રહી છે કે, તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા. હવે તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને રેડમાં બે યુવતીઓ પણ મળી આવી હતી. જોકે, તેઓ દારૂના નશામાં ન હોવાથી તેમને છોડી મૂકી હતી.