અમદાવાદમાં એક્સપ્રેસ અને શહેરમાં સ્પીડ લિમિટ નક્કી કરાઇ

(જી.એન.એસ.)અમદાવાદ,માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોની સલામતી વધારવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેર પોલીસ કમિશનરના અધિકાર ક્ષેત્રમાં આવતા એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા શહેરના અન્ય માર્ગો પર સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.
શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ ૬૦ અને ફોર વ્હીલર ચાલકોએ ૪૦ની સ્પીડે વાહન હંકારવુ પડશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં ૬૦ની સ્પીડે ચલાવી શકાશે. જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. જો કે આ જાહેરનામુ એમ્બ્યુલન્સથી લઈ ફાયર ફાઈટર, પોલીસ અને વહીવટી તંત્રના વાહનોને લાગુ પડશે નહીં.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ ૭૦, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ ૬૦, ટ્રેક્ટર ૩૦, ટુ વ્હીલર ૬૦ અને કાર ૪૦ની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે ૫૦ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. કારણ કે આવા વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે.