અમદાવાદની પેઢીએ ટુર પેકેજની લાલચ આપી અંજારના યુવક પાસેથી પ૦ હજાર ખંખેર્યા

છ મહિના પૂર્વેના કિસ્સામાં અંતે ત્રણ વ્યક્તિઓ સામે ફોજદારી દાખલ

આદિપુર : ટુર પેકેજની લાલચ આપી અંજારના યુવક પાસેથી અમદાવાદના ત્રણ શખ્સોએ રૂા.પ૦ હજાર ખંખેર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આદિપુર પોલીસ મથકે અંજારમાં રહેતા જિગરભાઈ શશીકાંતભાઈ બારમેડાએ અમદાવાદના મકરબામાં ડીસીપી ઓફિસ પાછળ રહેતા અતરસિંઘ ગુર્જર, ભાવિનભાઈ મ્યાત્રા અને ડાયના મેડમ નામની મહિલા સામે ફરિયાદ નોંધાવાઈ હતી.શિણાય પાસે આવેલી રમાડા હોટલમાં આ બનાવ બન્યો હતો. આ કામના આરોપીઓએ સાત માર્ચથી ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિંનત્રા હોલિડેઝ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીના નામથી ટુર પેકેજની લાલચ આપી પેકેજના પ૦ હજાર લઈ લીધા હતા, પરંતુ ફરિયાદીને ટુરમાં ન લઈ જઈ વિશ્વાસઘાત કરી રૂપિયા પરત આપ્યા ન હતા. જેથી આદિપુર પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.