અમદાવાદના વિરમગામ નજીક કચ્છની એમ્બ્યુલન્સનો અકસ્માત : બેના મોત

image description

હાઈવે પાર્ક કરાયેલી ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘુસી જતાં સર્જાઈ કરૂણાંતિકા

ભુજ : અમદાવાદના વિરમગામથી ૧પ કિલોમીટર પહેલા આવતા વડગાસ ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છથી અમદાવાદ જઈ રહેલી એમ્બ્યુલન્સ પાર્ક કરાયેલી ટ્રકમાં ઘુસી જતાં બે લોકોનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છથી અમદાવાદ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. વિરામગામ તાલુકાના વડગાસ ગામના પાટિયા પાસે રોડ પર કોઈ પણ પ્રકારના આડસ વિના બેદરકારી પૂર્વક પાર્ક કરાયેલી ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘુસી ગઈ હતી. બનાવને પગલે વિરામગામ રૂરલ પોલીસ સ્ટેશનના નરેશભાઈએ જણાવ્યું હતું કે, હાઈવે રોડ પર પાર્ક થયેલી ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘુસી જતાં બે લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. મૃતકો કોણ છે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પરંતુ એમ્બ્યુલન્સ કચ્છથી આવતી અને હતભાગીઓના સબંધીઓને જાણ કરાતા તેઓ બનાવ સ્થળે આવી રહ્યા છે. આ ગોજારા અકસ્માતમાં કચ્છના બે લોકોનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.