અમદાવાદના ગેસ્ટ્રોસર્જન ડો. જોય અબ્રાહમ કાલે ભુજમાં

ભુજ : અમદાવાદના પ્રખ્યાત ગેસ્ટ્રોસર્જન ડો. જોય અબ્રાહમ આવતીકાલે તારીખ ૧૦મી એપ્રીલ શનિવારે ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે સેવા આપશે. તેઓ પેટને લગતા તમામ રોગોનું નિદાન કરવામાં નિષ્ણાત છે. પેટને લગતી બિમારીઓ જેવી કે સ્વાદુ પીડના રોગ, પીત્તાશયની નળી, પથરીના કારણે કમળાની સારવાર, પીત્તાશય અને પીત નળીમાં રહેલી પથરી, લીવર, પેટ, આંતરડાની ગાંઠ, કેન્સર, અન્નનળીના રોગની દુરબીનથી નિદાન સારવાર તેમજ પેટને લગતા તમામ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. એન્ડોસ્કોપી માટે ભુખ્યા પેટે આવવાનું રહેશે. આવતીકાલે સવારે લેવા પટેલ હોસ્પિટલ ખાતે તેઓ સવારે ૯થી ૧ વાગ્યા સુધી સેવા આપશે.