અભિનેતા સૂર્યાએ આગામી ફિલ્મ ’જય ભીમ’નો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યુ

(જી.એન.એસ)ચેન્નાઈ,એક્ટર-પ્રોડ્યુસર સૂર્યાએ ગત રોજ પોતાનો ૪૬મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે પોતાના જન્મદિવસ પર ફેન્સને એક ખુશખબર આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ જય ભીમનો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યુ છે. જેને જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. સૂર્યા આ ફિલ્મમાં એક વકિલના પાત્રમાં જોવા મળશે. જે આદિવાસી સમાજના હક માટે લડતા દેખાશે.સૂર્યાની આ ફિલ્મની ખાસ વાત એ છે કે, તેની આ ૩૯મી ફિલ્મ છે. જેને ટીએસ ગનાનવેલ ડાયરેક્ટ કરી અને લખી છે. જય ભીમનું શૂટીંગ ચેન્નઈમાં કોરોનાની બીજી લહેર પહેલા શરૂ થઈ ગયુ હતું. પણ મહામારીના કારણે તેને રોકી દેવામાં આવ્યુ હતું.સૂર્યાએ ફિલ્મ જય ભીમનો ફર્સ્ટ લૂક પોસ્ટર સો. મીડિયા પર શેર કર્યો છે. તેણે પોસ્ટર શેર કરતા લખ્યુ છે કે, જય ભીમનો ફર્સ્ટ લૂક શેર કરીને ખૂબ જ ઉત્સાહી છું. પોસ્ટરમાં સૂર્યા ઈંટેંસ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે તેમાં બ્લેક કોટ પહેર્યો છે.જય ભીમમાં સૂર્યાની સાથે પ્રકાશ રાજ અને રાજિશા વિજયન મહત્વની ભૂમિકા ભજવતા દેખાશે. સૂર્યા આ ફિલ્મમાં એક્ટિંગની સાથે સાથે પ્રોડ્યૂસ પણ કરવાના છે. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ સેકન્ડ એંટરટેનમેંટમાં બનવાની છે.સૂર્યાએ બર્થ ડેના એક દિવસ પહેલા ફેન્સને આ ગિફ્ટ આપી છે. તેણે પોતાની આગામી ફિલ્મ ઈંરટ્ઠિાો Etharkkum Thunindhavanનું ટીઝર રિલીઝ કર્યુ હતું. આ ફિલ્મને પંડિરાજે ડાયરેક્ટર કરી છે. આ ફિલ્મમાં સૂર્યાની સાથે પ્રિયંકા અરૂણ મોહન અને સત્યરાજ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. સૂર્યા હાલમાં પોતાની ફિલ્મના શૂટીંગ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે.