અબડાસા વિસ્તારના ૨૫ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અબડાસાના ડુમરા ગામની સર્વોદય વિધાલયને તા.૬/૫ સુધી, અબડાસાના નલીયા ગામનો રાઇ ફળીયો જાડેજા દોલતસિંહ રતનજીના ઘરથી અબ્બાસભાઇ ખત્રીના ઘર સુધી તા.૬/૫ સુધી, અબડાસાના નલીયા ગામના અનંતનગરમાં અબ્દુલ જુમા પીરજાદાના ઘરથી આધમ અલીમામદ લુહારના ઘર સુધીને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકા નલીયાના આંબેડકરનગરમાં તુષાર રતનભાઇ પરમારના ઘરથી જેઠીબેન વાલજી મહેશ્વરીના ઘર સુધીને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકાના નલીયામાં ગ્રામ પંચાયતની બાજુમાં ભંગી પાર્વતીબેન રવજીના ઘરથી મહેશ્વરી જુમા ખજુરીયાના ઘર સુધીને તા.૬/૫ સુધી, અબડાસા નલીયા એરફોર્સમાં લેબર કોલોની સમગ્ર વિસ્તારને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકાના આશાપર ગામનું ભાનુશાળી ફળિયું ભદ્ર વેલજી ખટાઉના ઘરથી કિશોર દયારામ ભદ્રાના ઘર સુધીને તા.૬/૫ સુધી, અબડાસાના તેરા ગામના ભાનુશાળી ફળિયામાં વાલજી જખુ ભાનુશાળીના ઘરથી વસંત લક્ષ્મીદાસ ભાનુશાળીના ઘર સુધીને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકાના વમોટી મોટી ગામના મફતનગરને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકાના મોથાળા ગામના પ્રા.આ.કે.મોથાળાની બાજુમાં આવેલ કવાર્ટરને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકાના પૈયા ગામને તા.૬/૫ સુધી, અબડાસા તાલુકાના ડુમરા ગામના મેઈન બજારથી દેરાસરની બાજુમાં આવેલ વિસ્તારને તા.૫/૫ સુધી, અબડાસાના નારણપર ગામને તા.૫/૫ સુધી, અબડાસાના ખીરસરા (વિં) ગામને તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના વરંડી મોટીને તા.૫/૫ સુધી, અબડાસાના નલીયા ગામની પોલીસ લાઇનને તા.૫/૫ સુધી, અબડાસા તાલકાના ઉસ્તીયા ગામને તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના સમંડા ગામને તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના ખીરસરા કોઠારા ગામને તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના સુથરી ગામને તા.૫/૫ સુધી,  અબડાસા તાલુકાના સાંધાન ગામે તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના કોઠારા ગામને તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના માનપુરા ગામે તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના સાંધવ ગામને તા.૫/૫ સુધી, અબડાસા તાલુકાના ધુવાઇ ગામને તા.૫/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અબડાસા-કચ્છ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણસિંહ જૈતાવાત દ્વારા ફરમાવેલ છે.