અબડાસા વિધાનસભા ભાજપ જંગી બહુમતીથી જીતશે

નખત્રાણા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયું : ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા : મોભીઓ ભાજપમાંં જોડાયા

નખત્રાણા : ભાજપના નખત્રાણા ખાતે ચૂંટણી કાર્યાલયને ખુલ્લુ મુકતા જિ.પં.ના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, પ્રભારી અનિલસિંહે જણાવ્યું કે, ભાજપને મત આપવા પ્રજા તળસી રહી છે. વિકાસમાં પછાત રહેલા આ વિસ્તાર હવે ભાજપની પડખે રહીને કમળને જીત અપાવશે. આજના પ્રસંગે છબીલભાઈ પટેલે જણાવ્યું હતુ કે, તમામ સમાજાના લોકો ભાજપને જીત અપાવવા પ્રણ લીધો છે. લોકોના જનસમૂહને જાતા ભાજપ અબડાસની સીટ ર૦ હજાર મતથી જીતી જશે અને દેશના વિકાસ સાથે આ અબડાસા વિસ્તાર જાડાશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આજના પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ, ચંદનસિંહજી રાઠોડ, ઓધવજીભાઈ પલણ, ભરતભાઈ સોની વિગેરે આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, ભાજપ રાજ્યમાં ૧પર સીટોમાંથી અબડાસાની જીત વિક્રમજનક હશે લોકોને હવે વિકાસ જાઈએ છીએ અને ૯ તારીખના દરેક બૂથ પર ભાજપની તરફેણમાં વધારેને વધારે મતદાન થાય તે જાવા હાકલ કરી હતી. ભાજપના દરેક કાર્યકરો રાત- દિવસ જાયા વગર ચૂંટણીના કાર્યને કમળને ખીલવવા કામે લાગી જાય આપણે બધાઓ મતદારો સામે વિકાસના કામોને અગ્રતા આપવીને પ્રજાની પડખે રહેનાર ભાજપને મત આપવા જન- જન સુધી પહોંચવું પડશે. ઉપરાંત રાજ્ય- કેન્દ્ર સરકારશ્રી વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. દીપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન કરતા તા.ભા. પ્રમુખ રાજેશભાઈ પલણે કર્યું હતું. ૧પ૧+ ભાજપ જંગી બહુમતીથી જીતશે. આ ટાંકણે વિવિધ ગામોથી ૩૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ટાંકણે ભાજપ અગ્રણીઓએ યુવા ભાજપને હોંશે હોશે કામગીરી કરીને યુવાનોના મત ભાજપને અપાવવા કહ્યું હતું. પ્રફુલ્લસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, મીરખાન મુતવા બાબુભાઈ ધનાણી, રાજેન્દ્રસિંહ જાડેજા (સરપંચ), જ્યોત્સનાબા જાડેજા, વસંતભાઈ વાઘેલા સામંતભાઈ મહેશ્વરી, કેસરબેન મહેશ્વરી, નયનાબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, ગજુભા સોઢા અશ્વિનભાઈ જાડેજા, પરસોત્તમ વાસાણી, ધીરજ પટેલ, દેવજીભાઈ લીંબાણી, હિતેશ ગોસ્વામી, મીઠુભાઈ વાઘેલા, રાજુભા જાડેજા, કાનજી કાપડી, જીતેન્દ્રસિંહ જાડેજા, જયંતીભાઈ ભટ્ટ, રમેશ વ્યાસ, અબ્દુલ હિંગોરજા, હંસરાજ કેસરાણી, નારાણભાઈ સોની, ધર્મેન્દ્ર કેસરાણી, સામજી કેસરાણી, દક્ષાબેન બારૂ, કમલાબેન ગઢવી, ઉર્મિલાબેન ડાયાણી, નરેશ મહેશ્વરી, રવિ નામોરી, મામદ ખત્રી, ચેતન કતિરા, ઈકબાલ ઘાંચી, ચંદુલાલ પટેલ, ઈસ્માઈલ નોતિયાર, ખેંગાર રબારી, લાખભાઈ, ચંદ્રિકાબેન પટેલ, વિનયકાંત ગોર, વિરલ ભટ્ટ, ડાયાલાલ સેંઘાણી, જયંત માધાપરિયા, બાબુભાઈ ચોપડા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રણજીતસિંહ જાડેજા, આભારવિધિ દિલીપ નરસીંગાણીએ કરી હતી.