અબડાસા મામલતદાર કચેરીએ તલાટીઓને ચૂંટણી સબંધી સૂચનાઓ અપાઈ

નલીયા : આજથી ચુંટણીનું જાહેરનામું બહાર પડવાનું હોઈ તેની પુર્વ સંધ્યાએ અબડાસાના વહીવટી તંત્ર દ્વારા ચુંટણી સબંધે કાર્યાવાહીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નલીયા ખાતે એક મીટીંગનું આયોજન કરાયું હતું.
નલીયા મામલતદાર કચેરીએ અબડાસાના તલાટીઓને ચુંટણી સબંધે જરૂરી સુચનો આપવા નલીયા મામલતદારશ્રી અને અબડાસા-૧ બેઠકના મદદનીશ ચુંટણી અધિકારી વી.ડી.પુજારા દ્વારા મીટીંગ યોજવમાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતના તલાટીશ્રીઓ અને રેવેન્યુ તલાટીશ્રીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી.આજથી ચુંટણીનું જાહેરનામું અમલી થવા સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.અબડાસાના વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે તેવું શ્રી પુજારાએ
જણાવ્યું હતું.