અબડાસા ભાજપના ઉમેદવાર છબીલભાઈ  પટેલનું નામ જાહેર થતા ખુશીની લહેર

નખત્રાણા : અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલનું નામ જાહેર થતા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી વધાઈ લેવાયું હતું.
ઉપસ્થિત ભાજપના હોદ્દેદારોએ આગોતરી જીત મનાવી હોય તેમ ઢોલ-શરણાઈ સાથે ‘જીત સે વિકાસ – જીત સે કમળ’ના ગગનભેદી સૂત્રોચ્ચાર કરી હારતોડા-મોં મીઠુ કરાવીને છબીલભાઈ પટેલના પાંખણા લીધા હતા.
આ અવસરે ભાજપના મોભીઓ, કાર્યકરો, સરપંચો, તમામ મોરચાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મંગળવારે બપોરે વિજય મુહૂર્ત નલિયા ખાતે ફોર્મ છબીલભાઈ ભરશે ત્યારે પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપના હોદ્દેદારો નખત્રાણાના ભાજપના હોદ્દેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહેશે.