અબડાસા બેઠક માટે ૧૭ મુરતિયાઓએ દાવેદારી નોંધાવી

0
71

વર્તમાન બે ધારાસભ્યોએ અબડાસા વિધાનસભા બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી

ભુજ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે ભુજમાં હોટેલ પ્રિન્સ રેસિડેંસી ખાતે પ્રદેશ કક્ષાએ થી આવેલા નિરીક્ષકોની હાજરીમાં કચ્છની છ વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રકિયા શુરુ થઇ હતી.
કચ્છની છ બેઠકો માટે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ અને મહેસાણા સાંસદ શારદાબેન પટેલને હાઈ કમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોપાઈ છે. ગઈકાલે રાતે ભુજ આવી પહોંચેલા પ્રદેશ નિરીક્ષકો દ્વારા આજે સવારે સેન્સ લેવાની શરૂઆત થઇ હતી.
સૌ પ્રથમ માંડવી બેઠક માટે સેન્સ લેવાયા હતા. સવારે ૧૧ વાગ્યાના અરસામાં પ્રક્રિયા શરુ થઇ હતી. માંડવી બેઠક બાદ અબડાસા બેઠક માટે સેન્સ લેવાયા હતા.નિરીક્ષકો શહેર અને તાલુકા ના સંગઠનના હોદ્દેદારોને મળ્યા હતા.  સંગઠન બેઠકમાં હોદેદારો ના મંતવ્ય જાણ્યા બાદ પ્રદેશ હોદ્દેદારો વ્યક્તિગત દાવેદારો અને અબડાસા બેઠક હેઠળ આવતા નલિયા, નખત્રાણા અને લખપત તાલુકા વિસ્તારના વિવિધ સમાજાેના હોદેદારો અને પ્રતિનિધિઓને મળ્યા હતા. અબડાસા મત વિસ્તારના ગઢવી, પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે સમાજના આગેવાનો એ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાના સમાજના પ્રતિનિધિ ને  ટિકિટ  ફાળવવા  માંગ કરી હતી.
અબડાસા વિધાનસભા બેઠક માટે ૧૭ ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપરાંત માંડવી બેઠકના વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ અબડાસા બેઠક પરથી ઉમેદવારી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. અન્ય દાવેદારોમાં  દિવ્યાબેન એચ. પટેલ, જનકભાઈ પટેલ, ધર્મેશ કેશરાણી, ભરત સોમજીયાની, વાડીલાલ પોકાર, ગોવિંદ રવજી ભાનુશાલી, ગુલામ હુસેન બલોચ, આરબ હુસેન જત, પ્રવિણસિંહ વાઢેર, શંકર બાબુલાલ, ઉષાબા જાડેજા, જયદીપસિંહ જાડેજા, રાજુભાઈ સરદાર, ચેતનાબા જાડેજા, હસમુખ દેવજી પટેલ, પ્રફુલસિંહ જાડેજા વગેરે ૧૭ જેટલાં દાવેદારોએ ટિકિટ ફાળવવા માંગ કરી હતી. આ બેઠક પરથી ચેતનાબા જાડેજા જેવા શિક્ષિત મહિલા દાવેદારે પણ પોતાની ઉમેદવારી રજૂ કરી છે, ત્યારે તેમને આ બેઠક પરથી લડવાની તક મળશે કે અબડાસા બેઠક પર વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરી તક મળશે કે કોઈ અન્ય ઉમેદવારને ભાજપ ટિકિટ ફાળવશે તેના પર મીટ મંડાઈ છે.