અબડાસા બેઠક પરથી ૧૮માંથી ૪ ફોર્મ રદ્દ : અંજારમાં ૪ રદ્દ : ગાંધીધામમાં ૭ રદ

અબડાસા : વિધાનસભા ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં અબડાસાની બેઠક પર કુલ ર૬ ફોર્મ રજૂ થયા હતા. તેમાંથી કુલ ૧૮ ઉમેદવારોના ફોર્મ સ્વીકારાયા હતા. અને ૧૮માંથી ૪ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. રદ્દ થયેલા ફોર્મમાં અબ્દ્રેમાન મામદ બકાલી (ભારતીય સમાજિક પાર્ટી), હુસેન હાજી મામદ મંધરા જેડીયુનું ફોર્મ રદ્દ થયું હતું. તો ભાજપના જયસુખ ડાયાણી અને કોંગ્રેસના જીવરામ ધનજી પટેલે ભરેલા ડમી ફોર્મ પણ રદ્દ કરાયા હતા. આ ઉપરાંત અંજારના ર ડમી અને અન્ય બે અપક્ષના મળીને કુલ ૪ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. અંજારમાં ૧૮માંથી ૧૪ મૂરતિયાઓ હાલ મેદાને રહ્યા છે.
અંજાર પ્રાંત અધિકારી શ્રી વી.એમ.રબારી સાહેબની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, અંજારમાં કુલ્લ ચાર ફોર્મ રદ થવા પામ્યા છે. જેઓના રદ થયા છે જેમાં ગોર પ્રીયાબેન રાજેશભાઈ (રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી), પ્રજાપતી ભરત ડાહ્યાભાઈ(આપણી સરકાર પાર્ટી), અજય કનૈયાલાલ (લોકગઠબંધન પાર્ટી) તથા આહુજા મહેશભાઈ અપક્ષ તરીકે હતા તેઓનુ ફોર્મ રદ કરવામા આવ્યુ છે.
રાપર વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં કુલ ૧૮ ઉમેદવારો મેદાને હતા. જેમાં આજે ફોર્મ ચકાસણી વેળાએ અપક્ષ ઉમેદવાર મીર અનવર ગુલમામદ, કોંગ્રેસના ડમી ઉમેદવાર ભચુભાઈ આરેઠિયા તેમજ ભાજપના ડમી ઉમેદવાર જિજ્ઞાબેન પંકજ મહેતાનું ફોર્મ રદ્દ થયું હતું. જેના લીધે રાપર બેઠક પર ૧પ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.
ગાંધીધામમાં કુલ્લ ર૭ ફોર્મ રજુ કરવામા અવ્યા હતા જેમાંથી ર૦ મજુર અને સાત રદ કરવામા આવ્યા છે. ત્રણ ફોર્મ ડમી રદ કરવામા આવ્યા છે. જે ડમી રદ થયા તેમા એક આપ-એક ભાજપ અને એક કોંગ્રેસનું ડમી ફોર્મ રદ થવા પામ્યુ છે. એક આપણી સરકાર પાર્ટીના જાટા પ્રેમપ્રકાશ દીપાજીનું મુખ્ય ફોર્મ રદ થવા પામ્યુ છે.