અબડાસા બેઠકના ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન

નલિયાના મરીન પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બે દિવસ ચાલશે પ્રક્રિયા ઃ ૧ર૦૦ જેટલા કર્મીઓ કરશે મતદાન

નલિયા : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ શકે તેમજ મતદાન કરી શકે તે માટે આજે નલિયા ખાતે બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું.
બે દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં ૧ર૦૦ જેટલા કર્મચારીઓ મતદાન કરશે. નલિયા મરીન પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા ઉભી કરાતા આજ સવારથી જ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ મતદાન માટે પહોંચ્યા હતા. આજે પ્રથમ દિવસે પુરૂષ કર્મીઓએ મતદાન કર્યું હતું. જ્યારે આવતીકાલે મહિલા કર્મચારીઓ મતદાન કરશે. આ વેળાએ પ્રાંત અધિકારી શ્રી ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પુજારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.