અબડાસા તાલુકાના ૧ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયાના વૃજધામ સોસાયટીમાં પ્રથમ
ચંદ્રવીરસિંહ રાઠોડ અંતિમ ઘર નીતીનભાઇ વાલજીભાઇ મકવાણાના ઘર સુધીને તા.૨૨/૪
સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ
પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની
આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી
૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું
અબડાસા-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણસિંહ જૈતાવત દ્વારા
ફરમાવેલ છે.