અબડાસા તાલુકાના ૧ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અબડાસા તાલુકાના કનકપર ગામના પટેલ ફળિયામાં પ્રથમ ઘર રતનશી નાનજીભાઇ રાંગાણી, અંતિમ રમણલાલ રવજીભાઇ પ્રેમજીયાણીના ઘર સુધીને તા.૨૯/૪ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અબડાસા-કચ્છ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણસિંહ જૈતાવત કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.