અબડાસા કોંગ્રેસે ગઢ જાળવી રાખ્યો

ભાજપને જુથ્થબંધી નડી કે પછી લઘુમતી મતો મેળવી ન શકયા ઃ કોંગ્રેસની સંગઠન શકિત રંગ લાવી ઃ ભાજપને ત્રણ તાલુકાના વિકાસમાં કિન્નાખોરી નડી ઃ હાર માટે ભાજપ મોવડી મંડળ તાકિદે સંશોધન કરી કડક પગલા નહી લે તો લોકસભામાં માર પડશે ઃ દર્દ વિકરે તે પહેલા દવા જરૂરી

ભુજ : વિધાન સભાની નંબર વન ગણાતી અબડાસા સીટ કોંગ્રેસે લગાતાર હેટ્રીક કરીને ભાજપના માંધાતાઓ હવામાં ઉડતા હતા તેને ધોળે દિવસે તારા દેખાડી દીધા છે.
ભાજપના છબીલભાઈ પટેલને કોંગ્રેસના ગરીબોના બેલી નામે ઓળખાતા પી.એમ. જાડેજાએ હાર આપી છે. ત્રણ વખત કોંગ્રેસ આ બેઠક હેટ્રીક કરીને ભાજપના ગાલે તમાચો માર્યો છે. આજે જારી થયેલા પરિણામોમાં પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર કબજા મેળવ્યો હતો. તેના ર૦ રાઉન્ડ સુધી મચક આપી ન હતી. માત્ર ર થી ૩ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ને પાતળી બહુમતિ મળી હતી. અબડાસાની તાસીર એવી રહી છે કે જે ઉમેદવાર પ્રારંભના રાઉન્ડમાં લીડ મેળવે છે તે તે કાયમ જાળવી રાખે છે. તે આ વખતે સચોટ પુરવાર થઈ છે. લખપત-અબડાસામાંથી કોંગ્રેસને જંગી લીડ મળી છે અને નખત્રાણામાં કોંગ્રેસના ઉમેદવારે સુંદર દેખાવ કર્યો છે. આ વખતે અબડાસા સીટ ફરી ભાજપે ગુમાવી છે ત્યારે આ બાબતે મનોમંથન મોવડી મંડળે કરવું રહ્યું. બીજી તરફ ગુજરાતમાં ભાજપ બહુમતી સાથે સરકાર રચવા જઈ રહી છે. ત્યારે પુનઃ અબડાસા ફરી વિરોધપક્ષે બેસવા જઈ રહ્યું છે. હવે વિકાસના ફળ આ અબડાસાની સીટને કેવા મળે છે તે સમય જ બતાવશે. હાલમાં સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપના પ્રમુખ કેસુભાઈ પટેલના વિસ્તારમાંથી ભાજપના કમળ કરમાઈ ગયું છે.
અબડાસા વિધાનસભા આજે ચૂંટણી ગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં પ૪ર૪માંથી ભાજપના છબીલભાઈ પટેલેને ર૧૪૦ જયારે કોંગ્રેસના પી.એમ. જાડેજાને ર૮ર૧ જયારે નોટાને ૧ર૪ મતો મળતા પી.એમ. જાડેજા રાઉન્ડમાં આગળ રહ્યા હતા. જયારે બીજા રાઉન્ડના અંતે ભાજપના છબીલભાઈ પટેલ નજીવી સરસાઈ સાથે આગળ રહ્યા હતા. બીજેપીને ૩૦૧ર જયારે કોંગ્રેસના પી.એમ. જાડેજા ર૪૯૯ અને નોટાને ૧રપ મત મળ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા. પી.એમ. જાડેજાને ૯૦૭પ જયારે ભાજપના છબીલભાઈ પટેલને ૭૮૯પ મત જયારે નોટાને ૩૪૮ મત મળ્યા હતા. ચોથા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ રહ્યું હતું. પી.એમ. જાડેજાને ર૮૩૬ જયારે છબીલભાઈ પટેલ રર૩૮ અને નોટાને ૧૮૧ મતો પ્રાપ્ત થયા હતા. પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ રહી હતી પી.એમ. જાડેજાને ૩ર૭૪ જયારે ભાજપને ર૪૪૧ નોટા ૧૩૮ જયારે છઠ્ઠા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ રહેલ છે. પી.એમ. જાડેજાને ૧૬૯પ જયારે ભાજપને ૧પ૦૦ અને નોટાને ૭પ મતો મળ્યા હતા. સાતમા રાઉન્ડમાં પણ કોંગ્રેસે સરસાઈ જાળવી રાખી છે. કોંગ્રેસને ર૧, ૯ર૭ જયારે ભાજપને ૧૯, રર૬ જયારે નોટામાં ૯૯૪ મત પડયા હતા. આઠમા રાઉન્ડમાં ભાજપ ૪ર૮પ, કોંગ્રેસને પ૩પ૮ જયારે નોટામાં ર૦૭ જયારે નવમાં રાઉન્ડમાં ભાજપ ૧પ૦૬ અને કોંગ્રેસને ૧૬૦૭ જયારે ૭૪ મત નોટામાં પડયા હતા. દસમા રાઉન્ડમાં કોંગ્રેસ ર૩૩૩ ભાજપ ૧ર૭૪ જયારે નોટામાં ૧૩ મત પડયા હતા. અગીયારમાં રાઉન્ડમાં કોંગ્રેસ ર૩૪૯, ભાજપ ર૧૯૩ તેમજ નોટામાં ૯૮ મત પડયા હતા. બારમાં રાઉન્ડમાં કોંગ્રેસ ૩૮રર અને ભાજપ ૧૪૯પ જયારે નોટામાં ૧૦૦ મત પડયા હતા. તેરમાં રાઉન્ડમાં પણ કોંગ્રેસે લીડ જાળવી રાખી હતી. કોંગ્રેસે ૩પર૧ જયારે ભાજપ ર૩પ૮ તો નોટામાં ૯૪ મત મળ્યા હતા. તો ૧૪ માં રાઉન્ડમાં કોંગ્રેસ ર૩૯૧ તો ભાજપ ૧૬ર૧ તો નોટામાં ૧૦૦ મત પડયા હતા. ૧પ માં રાઉન્ડમાં કોંગ્રેસ ર૯૯૬ ભાજપ ર૪૧૦ તો નોટામાં ૧૧૯ મત પડયા હતા. ૧૬ માં રાઉન્ડમાં પણ કોંગ્રેસે લીડની વિજય પતાકા જારી રાખી ને રરર૧ જયારે ભાજપ ૧પ૬૮ અને નોટામાં ૬૦ મતો મળ્યા હતા. ૧૭ માં રાઉન્ડમાં ભાજપે લીડનું ખાતું ખોલ્યું હતું. જેમાં છબીલભાઈ ૩૧૧૪ જયારે પી.એમ. જાડેજાને ર૮૧૧ નોટામાં માં ૧પ૯ મતો મળ્યા તો ૧૮મા રાઉન્ડમાં ભાજપના છબીલ પટેલ ૩૧૩ર કોંગ્રેસના પી.એમ. જાડેજા ૩૦૯૦, નોટા પ૦, ૧૯મા રાઉન્ડમાં પુનઃ કોંગ્રેસ લીડનો સ્વાદ લીધો હતો. છબીલભાઈ પટેલને ર૭૬૬ પી.એમ. જાડેજાને ૩૬૯૪ નોટાને ૧૮૦, ર૦માં રાઉન્ડમાં છબીલભાઈને માત્ર ૭૪૦ જયારે કોંગ્રેસ વટભેર ર૯પ૩ મતો હાંસલ કર્યા હતા.