અબડાસામાં સુજલામ્‌-સુફલામ્‌માં ખાડે ડૂચાને દરવાજા મોકળા !

કચ્છના મધ્યમ અને મોટા ડેમોની આવમાં બાવળની ઝાડીઓના લીધે અવરોધાતી આવનો માર્ગ ખુલ્લો કરવાના બદલે માત્ર માટી ખોદવાથી સંગ્રહશક્તિ કેમ વધે ? : આવનો માર્ગ ખૂલ્લો કરવો પણ તેટલો જ જરૂરી હોવાનો પ્રજાનો મત

નલીયા : અબડાસામાં સુજલામ-સુફલામ હેઠળ થઈ રહેલા કામોમાં ખાડે ડુચા અને દરવાજા મોકળા જેવો તાલ સર્જાયો હોવાનું જાણકાર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીના ગુજરાતની જળસંગ્રહશક્તિ વધારવા સુજલામ-સુફલામ હેઠળ થઈ રહેલા કામો હેઠળ અબડાસામાં કામો થઈ રહ્યા છે પણ માત્ર માટી ખોદી જળસંગ્રહશક્તિ વધશે એ તર્ક અબડાસામાં કામ કરશે કે કેમ તે વિશે સવાલો સર્જાયા છે.જાણકાર સુત્રોમાંથી મળતી માહીતી મુજબ તાલુકામાં વિવિધ ડેમ અને તળાવોના ખાણેત્રાનું કામ ચાલુ થયું તે સારી વાત છે અને ટીપે-ટીપે સરોવર ભરાય તેમ ડેમોના ખાણેત્રાના કામ પ્રગતિમાં છે તે સારી વાત ગણાવી હતી.સાથે ડેમ અને તળાવોના પાણીની આવના સુધારણાના કામો જરૂરી હોવાનું જણાવ્યું હતું. તાલુકાના બેરાચીયા, કનકાવતી, મીઠી, જંગડીયા જેવા મધ્યમ અને મોટી કક્ષાના ડેમોની આવ હાલ અવરોધાયેલી છે.
આવના મુખ્ય સ્ત્રોતો જેવી નાની-મોટી નદીઓ નાયરો નદી, મીઠી નદી તથા અન્ય આવ જેના થકી તળાવો અને ડેમમાં પાણીની આવક થાય છે તેમાં હાલ બાવળોના ઝુંડ ઉગી નીકળ્યા છે.છેલ્લા ઘણાં સમયથી આવી નદીઓમાં જંગલ કટીંગના કામ થયા જ નથી જેના લીધે બેરાચીયા, મીઠી, કનકાવતી જેવા ડેમની આવોમાં અને ડેમના કેચમેન્ટ એરીયામાં હાલ ઝાડીઓ ઉભી છે જેના લીધે આવા ડેમોની જળસંગ્રહશક્તિ ઓછી થઈ ગઈ છે.માત્ર ખાણેત્રાની માટી ખોદવાની કામગીરી કરવાના બદલે આવની સાફ-સફાઈ અને ડેમની અંદર ઝાડીઓ દુર કરવાના કામો પણ સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાય તો સુજલામ-સુફલામની કામગીરીમાં અબડાસામાં ચાર ચાંદ લાગી જાય તેવો સકારાત્મક સુચન જાણકાર સુત્રોઓ
કર્યો હતો.