અબડાસામાં ભાજપ માટે ફરી એકવાર ‘જે ખાડો ખોદે તે જ પડે’ વાળી થઈ.!

અબડાસા વિધાનસભાની એક બેઠક સાંચવવા ઉભા કરાયેલ રાજકીય પરીબળો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નડી ગયા : ૧ વિધાનસભાના ઉમેદવારને બચાવવા કેસરીયા બ્રીગેડના હાથમાંથી બબ્બે તાલુકા પંચાયતો સરકી ગઈ

કયા બે મોટા નેતાઆની ભૂલનું આવ્યું આ પરિણામ? કોની બેજવાબદારીથી બે-બે તાલુકા પંચાયતોને જવા દેવી પડી..! કોણ લાપરવાહ! : એ તો ઠીક પણ હવે વિધાનસભા ર૦રરમાં પણ આ જ પરીબળ ભાજપને નડે તો નવાઈ નહીં : ભાજપે જ મોટો બનાવેલ ‘હનિફ’ ર૦રરમાં ધારાસભ્ય બનશે

ગાંધીધામ : કચ્છના રાજકીય ઈતિહાસમાં અબડાસાની તાસીર કંઈક અલગ જ રહેલી છે. પાછલા અમુક વરસમાં અબડાસા તાલુકાનુ રાજકારણ ન માત્ર કચ્છ-પ્રદેશ બલ્કે રાષ્ટ્રીય સ્તરે પણ ખુબ ગાજી ચૂકયુ છે અને તેના લીધે કયાંક કચ્છ આખાયની સાંખને બટ્ટો પણ લાગી ચૂકવાનો વસવસો પણ ઉપસી ગયો છે. આવા જ અબડાસાના રાજકારણમાં વધુ એક વખત ભાજપને માટે જે ખાડો ખોદે તેજ એમા પડેનો તાલ થયો હોવાના ગણિતો-સમીકરણો રાજકીય તજજ્ઞો જોઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ઠેરઠેર કચ્છમાં ભગવો લહેરાઈ ગયો છે પરંતુ લખપત અને અબડાસા તાલુકા પંચાયત ભાજપના હાથમાંથી સરકી જવા પામી ગઈ છે. આમ થવા પાછળના અન્ય કારણો પૈકી એક મુખ્ય પરીબળ અબડાસા વિધાનસભાની પેટાચુંટણી વખતે જે-તે બેઠકને સેફ કરવા માટે ખુદ કેસરીયા બ્રીગેડના પ્રદેશના રણનીતીકારો સહિતના મોટાનેતાઓએ ઘડેલ વ્યુહ મુખ્ય પરીબળ મનાઈ રહ્યુ છે. ભાજપના રણનીતીકારો જેતે વખતે તો અબડાસા વિધાસનભા પેટાચુંટણીમાં આ પરીબળને ઉભો કરીને બેઠક સેફોસેફ કરી ગયા હતા પરંતુ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં આ જ પરીબળ વિશેષતમ કેસરિયા બ્રિગેડને જ નડી ગયો અને તાલુકા પંચાયત અહીની હસ્તગત કરાવવામાં ચાવીરૂપ ભુમિકા ભજવી ગયું હોવાનુ કહેવાય છે. એટલે કેસરીયા બ્રીગેડ દ્વારા વિધાનસભાની ૧ બેઠક સાચવવા માટે બબ્બે તાલુકા પંચાયતો હાથમાંથી સરકરવા દેવાની ફરજ પડી હોવાનુ ચિત્ર ઉપસતુ અહી થયુ છે. ભાજપને માટે હાથના કર્યા હૈયે વાગ્યા વાળી થવા પામી ગઈ હોવાનુ જોવાઈ રહ્યુ છે. એક એમએલએની સીટ સાચવવા જતા બે તાલુકાઓ ખોવા પડયા છે. આવા સમયે કેસરીયા બ્રીગેડના કયા મોટા માથાઓની આ ભુલ હતી? કોણ તેની પાછળ જવાબદાર? કયા નેતાઓની તે માટે નબળી ભૂમિકા? હકીકતમાં આ બાબતે પણ તપાસ કરવી જોઈએ. કારણ કે, ભાજપના હાથમાથી ન માત્ર બે તાલુકા પંચાયતો સરકી છે પરંતુ ભાજપે જ જેઓને અબડાસા વિધાનસભાની પેટાચુંટણીમા ઉભા કર્યા હતા તે હવે આગામી વિધાનસભાની ર૦રરની ચુંટણીઓમાં પણ ભાજપને જ નડે તો નવી નવાઈ નહી કહેવાય.