અબડાસામાં નલિયા સહિતના ગામોમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

0
image description

સોશીયલ ડીસ્ટંસીંગ સાથે સામુહિક ઈદ નમાજના બદલે મસ્જીદોમાં સીમીત સંખ્યામાં નમાજ પઢી કોરોના સામે જાગૃતિનું લઘુમતિ સમાજે ઉદાહરણ પુરૂ પાડયું

નલિયા : કુરબાનીના પર્વ એટલે ઈદ-ઉલ-અઝહાની અબડાસામાં લઘુમતિ સમાજ દ્વારા નલિયા સાથે સમગ્ર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાની આગેવાનીમાં ઉજવણી કરવામાં આવી હતી. તળાવ કિનારે આવેલ પીનલછા પીર દરગાહના કંપાઉન્ડમાં આવેલ ઈદગાહના બદલે સંકુલમાં આવેલ મસ્જીદે ગોશીયા ખાતે સીમીત સંખ્યામાં લઘુમતિ ભાઈઓએ ઈદ નમાજ અદા કરી હતી. નમાજ અબ્દુલ સત્તાર મૌલાનાએ અને ખુત્બો હાજી જુણસ કુંભારે પઢાવ્યો હતો.અખિલ કચ્છ કુંભાર સમાજના પ્રમુખ હાજી જુણસભાઈ કુંભારે જણાવ્યું હતું કે આ વરસે કોરોનાની મહામારીના લીધે સરકારશ્રી દ્વારા અમલી બનાવાયેલી ગાઈડલાઈન અને તંત્રની સુચના મુજબ ઘરમાં જ રહી ઈદ મનાવવા અને નમાજ ઘરે પઢવા લઘુમતિ સમાજને અપીલ કરાઈ હતી. નલિયાની વિવિધ મસ્જીદોમાં ગાઈડ લાઈન મુજબની સંખ્યામાં ઈદ નમાજ અદા કરાઈ હતી. તાલુકાના વાયોર, ચરોપડી, મોટીબેર, રામપર-અબઢા, તેરા, જખૌ, લાલા, વિંઝાણ, સુથરી, ડુમરા, હાજાપર, નુંધાતડ, મોથાળા, બિટ્ટા, કોઠારા, વરાડીયા સહિત સમગ્ર તાલુકામાં ઈદની ઉજવણી સોશીયલ ડીસ્ટંશીંગ સાથે કરી લઘુમતિ સમાજે કોરોના સામે જાગૃતિનું ઉદાહરણ પુરૂ પાડયું હતું તેવું અમારા કોઠારાના પ્રતિનિધી ગફુરભાઈ ભુકેરાએ જણાવ્યું હતું.