અબડાસામાં ખેડુતોની મગફળી ખરીદવા તાત્કાલિક પગલા ન લેવાય તો આંદોલનની ચીમકી

વાયોરના જીલ્લા પંચાયત સભ્ય હાજી તકીશા બાવાએ વી.આર.ટી.આઈ. – નલીયા મારફત માંડવી એપીએમસી હસ્તક ખેડુતોના પાક લેવા માંગ કરી

નલીયા : અબડાસા તાલુકામાં મગફળી વાવતા ખેડુતો તેમનો પાક વેંચી શકતા ન હોઈ નલીયા વી.આર.ટી.આઈ. મારફત માંડવી એપીએમસીમાં અબડાસાના ખેડુતોના પાક ખરીદ કરવામા માટેનું સેન્ટર તાત્કાલિક ખોલવા માંગ કરવા સાથે જો દિન ૭ માં પગલા વહીવટીતંત્ર દ્વારા ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.વાયોરના જીલ્લા પંચાયત સભ્ય અને કોંગ્રેસના દંડક હાજી તકીશા બાવાએ માંડવી એપીએમસીમાં અબડાસાના ખેડુતોનો મગફળીનો પાક જો ૧૦૦ ખેડુતો થાય તો નલીયાી વી.આર.ટી.આઈ. સંસ્થા દ્વારા લેવાની પહેલા કરવામાં આવી હતી તેનો અમલ કરાવવા માંગ કરી છે.હાજી તકીશા બાવાના જણાવ્યા પ્રમાણે સ્થાનિકે એપીએમસીના કોઈ ઠેકાણા નથી જેથી વી.આર.ટી.આઈ. દ્વારા જો સો ખેડુતો થાય તો મગફળી તેમના મારફત માંડવીની એપીએમસીમાં લેવાની ખાતરી આપવામાં આવેલ હતી.ત્યારબાદ અબડાસાના ૧પ૦ થી વધુ ખેડુતોએ વી.આર.ટી.આઈ.માં મગફળી વેેંચાણ માટે પોતાના ૭-૧ર ની નકલો આપી છે, છતા હજુ સુધી ખરીદી ચાલુ ન થયેલ હોઈ તાત્કાલિક અબડાસાના ખેડુતોની મગફળીનો પાક સરકાર દ્વારા ખરીદ કરવામાં આવે તેવી માંગ કરી છે.જો દિન ૭ માં યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો તાલુકાના ખેડુતોને સાથે રાખી પ્રાંત અધિકારી – અબડાસાને ખેડુતોની મગફળી સોંપવા સાથેના ઉગ્ર પગલા તેમના પક્ષ દ્વારા લેવામાં આવશે તેવી ચીમકી આપી છે.ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોઠારામાં એપીએમસી છે પણ હજુ સુધી પુર્ણ રીતે કાર્યાન્વિત થયેલ ન હોતા ખેડુતોને કપાસ, ઘઉં, મગફળી વેંંચવા ખાનગી વેપારીઓ પાસે જવું પડે છે જેમાં ખેડુતોને આર્થિક નુકશાની સાથે છેતરપીંડીનો ભોગ પણ બનવું પડે છે.હવે તો સરકારશ્રી દ્વારા પણ એક લાખ ક્વિન્ટલ ખરીદવાની મુજેરી અપાઈ છે ત્યારે છેવાડાના અબડાસા તાલુકાના ખેડુતોને ન્યાય સમયસર મળે તે જરૂરી છે.