અબડાસાની બેઠક પર કોંગ્રેસ લેશે હેટ્રીક

નખત્રાણા ખાતે અબડાસા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્દઘાટન : અબડાસાના છેવાડાના વિસ્તારો સુધી વિકાસના પગ પહોચ્યા નથી : પી.એમ. જાડેજા

નખત્રાણા : કચ્છમાં ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે. તેવામાં આજે નલિયામાં ૭ ડિગ્રીએ પહોંચેલા ઠંડીના પારા વચ્ચે પણ રાજકિય ગરમાવો જાવા મળ્યો હતો. અબડાસા બેઠકના ત્રણ મુખ્ય મથકો પૈકી નખત્રાણા ખાતે કોંગ્રેસના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
કચ્છના બારડોલી સમાન નખત્રાણામાં કોંગ્રેસનો પ્રચાર વેગવાન બનાવવામાં આવ્યો છે. અહીંના ગોમતી કોમ્પલેક્ષમાં ડો. સોમૈયાના દવાખાના સામે કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભાના પ્રારંભે જ લાઈટ જતા કોંગી કાર્યકરોએ વિકાસ ગયો…વિકાસ ગયો…ની બૂમો પાડતા રમૂજ ફેલાઈ હતી. સભામાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને અબડાસા જેવા પછાત વિસ્તારમાં ભાજપે ઉમેદવાર પણ ઉદ્યોગપતિ મૂકયા છે. ત્યારે ચૂંટાયા બાદ ઉદ્યોગપતિ ચાલ્યા જશે. જ્યારે હું અહી બેસીને જ લોકોની સમસયાઓ હલ કરવા કાર્યશીલ રહીશ માટે આગામી ૯મીએ વિચારીને જ મતાધિકારનો ઉપયોગ કરવાની શીખ પી.એમ. જાડેજાએ આપી હતી. વિકાસની પોકળ વાતનો વિરોધ નોંધાવતા શ્રી જાડેજાએ કહ્યું હતું કે, વિકાસ ભલે ગમે તેટલો થયો હોય પણ કચ્છના અંતરિયાળ અબડાસા મત વિસ્તારના છેવાડાના ગામડાઓ સુધી વિકાસના પગ પહોંચ્યા નથી. ત્યારે હવે લોકો પણ સમજી કયા છે કે, જુઠાણું ફેલાવનાર કરતા ગરીબોની સાથે રહેનારી સરકાર સારી.. માટે આ વખતે કોંગ્રેસ આવે છે નો જુવાળ સમગ્ર ગુજરાતમાં જાવા મળે છે અને કચ્છ પણ તેમાંથી બાકાત નથી તેવું અબડાસાના ઉમેદવારે જણાવ્યું હતું. જા કોંગ્રેસની સરકાર રચાશે તો નખત્રાણામાં ગ્રાન્ટેબલ કોલેજનો કોલ પણ પ્રધ્યુમનસિંહ જાડેજાએ આપ્યો હતો. આ ઉપરાંત ભાજપ પર ચાબખા વિંઝતા તેમણે કહ્યું હતુ કે, નખત્રાણામાં એપીએમસીની જાહેરાત ભાજપે ચૂંટણીલક્ષી કરી છે, પરંતુ ખરા અર્થમાં કોંગ્રેસ દ્વારા નખત્રાણાને એપીએમસી અપાશે. તો પ્રવાસન ક્ષેત્રે અન્ય સ્થળોના વિકાસની જેમ નખત્રાણા, અબડાસા અને લખપતનો વિકાસ પ્રવાસનક્ષેત્રે કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ ભાજપ પર પ્રહારો કરીને કોંગ્રેસના નવસર્જન ગુજરાતના અભિયાનની વાત કરી હતી. ભાજપની સરકારમાં લોકોને અન્યાય થયો છે. ખેડૂતો પાયમાલ થાય છે, શિક્ષણ ખડે ગયું છે. આમ આદમી મોંઘાવારીમાં પીસાયો છે, ત્યારે હવે પરિવર્તન લાવીને ગુજરાતમાં સુશાનની સ્થાપના કરાશે તેવું નરેશ મહેશ્વરીએ ઉમેર્યું હતું. પ્રારંભે સ્વાગત પ્રવચન મમુભાઈ આહીરે કર્યું હતું. જ્યારે આભારવિધિ રાજેશ આહીરે કરી હતી. તો કાર્યક્રમનું સંચાલન અશ્વિન રૂપારેલે કર્યું હતું. અબડાસાના કોંગ્રેસી ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, મમુભાઈ આહીર, જિલ્લા પંચાયતના સદ્દસ્ય હઠુભા સોઢા, ડેમાબેન પરબત, રાજેશ આહીર, અશ્વિન રૂપારેલ, ડો. વી.એસ. રાઠોડ, મૂળજી ગોરાણી, રમેશ ધોળુ, અમ્રત ધોળુ, હિંમત રાજગોર, રમેશદાન ગઢવી, નાનજી નાકરાણી, ગાંગજી આહીર, રવજી આહીર, રમેશ ગરવા, ધનજી મેરિયા, માવજી મહેશ્વરી, ગીરીશ ગોહિલ, બટુકસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, ઉમિયાશંકર જોષી, માધુભા જાડેજા, પ્રેમસિંહ સોઢા, જયેન્દ્રસિંહ જાડેજા, અનવર ચાકી, મંગલ કટુઆ, ભરતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા, ભીમજી વાઘેલા, સલીમ ચાકી, મુસ્તાક ચાકી, રણજિતસિંહ જાડેજા, વિભાજી જાડેજા, કરશનજી જાડેજા, નૈતિક પાંચાણી, વિશનજી પાંચાણી, આદમ લંગાય સહિતના અબડાસા, લખપત અને નખત્રાણા તાલ ુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.