અબડાસાના હેરીટેઝ વિલેજ તેરાના તળાવોને ઉત્સાહભેર વધાવાયા

તેરા ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહના હસ્તે વરસોની પારંપારિક વિધી કરાઈ : ભાનુશાલી મહાજન અને મુંબઈ મિત્ર મંડળ સાથે દાતાઓનો સહકાર મળ્યો

નલિયા : અબડાસા તાલુકાના હેરીટેઝ વિલેજ તેરાના ઐતિહાસિક તળાવોને તેરા ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહના વરદ્દ હસ્તે પરંપરાગત વિધી સાથે વધાવવા આખું ગામ ઉપસ્થિત રહેતા મેળા જેવો માહોલ છવાયો હતો. તેરા ભાનુશાલી મહાજન અને મુંબઈ મિત્ર મંડળ સાથે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા ગામના ત્રણે તળાવો ઓગનતા દાતા ધનજીભાઈ ભાનુશાલીના સહકારથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણે તળાવોને તેરાના ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહ જાડેજા તથા માનેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વધાવાયા હતા.આ પ્રસંગે મયુરધ્વજસિંહ જાડેજાએ તેરાવાસીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે તેરાના તળાવો છલકાય એટલે માત્ર કચ્છ નહીં પણ મુંબઈ સાથે દેશાવરમાં વસતા તેરાવાસીઓની હૈયા પુલકિત થઈ જાય છે.આખું ગામ ઉત્સવ તરીકે તળાવોને વધાવે છે, આ વરસે મેઘમહેર થઈ તેવી દર વરસે થતી રહે તેવી મા આશાપુરા પાસે પ્રાર્થના તેેઓશ્રીએ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સામાજીક અગ્રણી ભારત ગ્રુપ નલિયાના છત્રસિંહ જીવણજી જાડેજાએ કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. તેરામાં રાજાશાહીના જમાનાથી તળાવોને વધાવાય છે તે અનુસાર તેરા ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહ, માનેન્દ્રસિંહના હસ્તે શાસ્ત્રોક્ત વિધી કરાઈ હતી. તેરા ભાનુશાલી મહાજન, મિત્ર મંડળ અને શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ – મુંબઈ, રાતાતળાવ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અઢારેય વર્ણના લોકો જોડાયા સાથે તેરા રાણીસાહેબા પણ તળાવ વધાવવાના કાર્યક્રમમાં જોડાઈ મહિલા શસક્તિકરણનું ઉદાહરણ પુરૂ પાડયું છે તેવું જણાવી ઉપસ્થીત રહેલા તમામનો સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે મુંબઈથી મુંબઈ ભાજપના ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ માધવજી રતડા તેમજ સંતોષ ધુકેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.મિત્ર મંડળના પ્રમુખ વલ્લભદાસભાઈ ભદ્રાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સવારે તેરા ઠાકોર સાહેબનું હાઈસ્કુલ ખાતે સ્વાગત કરી ત્યાંથી તળાવો વધાવવા માટે પ્રસ્થાન ગૌસેવક અને શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક મનજીબાપુની ઉપસ્થિતિમાં કરાયું હતું. તેરાના ત્રણે તળાવો વધાવવા સાથે સમગ્ર ગામમાં ખુશીના સ્વરૂપે દાતા ધનજીભાઈ નારાણજી ભદ્રાના સહકારથી પેંડા વહેંચી મીઠું મોઠુ કરાવાયું હતું.અગ્રણીઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ પ્રસંગે તેરા ભાનુશાલી મહાજન પ્રમુખ લક્ષ્મીદાસ કાનજી જોયસર, શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક મનજી બાપુ, ભારત ગ્રુપ – નલીયાના છત્રસિંહ જીવણજી જાડેજા, મુંબઈ ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ માધવજી રતડા, સંતોષ મંગલદાસ ધુકેર, શંકરલાલ લાલજી જોયસર, ખીમજી સુંદરજી મંગે, તા.પં.સભ્ય હુરબાઈ અબ્બાસ માંજોઠી, જટુભા માણસંગજી જાડેજા, વેપારી મંડળ પ્રમુખ ચંદ્રકાંત પ્રેમજી ગોર, માજી સરપંચ આધમ મુસા લોદરા, મહેશભાઈ દેવશીં ભાનુશાલી, પરષોત્તમ ધનજી ભાનુશાલી, પ્રેમગર મુલગર ગાોસ્વામી, માંજોઠી આમદ ઈબ્રાહીમ, વાલજી ગોપાલજી ભાનુશાલી, શાહ પ્રેમજીભાઈ, રાતાતળાવ સંસ્થાના કાંતીભાઈ પટેલ, વસંતભાઈ ભાનુશાલી, ભીખાભાઈ ભાનુશાલી સહિત તેરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.