નલિયા : અબડાસા તાલુકાના હાજાપર ગામે ૭પ વર્ષિય વૃદ્ધા ઘંઉમાં નાખવાની ગોળીઓ ભુલથી ખાઈ જતા હતભાગી વૃદ્ધાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવને પગલે કોઠારા પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ હાજાપરમાં રહેતા જમનાબેન લીલાધર ભાનુશાલી (ઉ.વ. ૭પ) નામના વૃદ્ધા પોતાના ઘેર હતા ત્યારે ભુલથી ઘંઉમાં નાખવાની ગોળીઓ ખાઈ ગયા હતા. ઘંઉમાં નાખવાની ગોળીની ઝેરની અસર થતા સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતા દમ તોડ્યો હતો. બનાવને પગલે કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ બારે આગળની તપાસ હાથ ધરી છે.