અબડાસાના સમંડામાંથી ૩૦ હજારનો શરાબ પકડી પાડતી એલસીબી

નલીયા : અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાં છાપો મારી એલસીબીએ ૩૦,૬૦૦ નો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, રેઈડ દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસ.પી. એમ. એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ઔસુરાની સુચનાથી એલ.સી.બી. સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાં છાપો મારી કાંટાળી ઝાડીમાં છુપાવેલા ૭પ૦ એમ.એલ.ની બોટલો નંગ ૬૦, ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ ૯પ એમ કુલ્લ રૂપિયા ૩૦,૬૦૦નો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી ભોજુભા ડુંગરસિંહ સોઢા (રહે કંકાવટી, તા. અબડાસા) હાજર ન મળતા નલીયા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.