અબડાસાના લાલા- જશાપર માર્ગે ૬૪ હજારનો શંકાસ્પદ સિમેન્ટ ઝડપાયો

જખૌ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન આધાર પુરાવા વગરની ર૧૪ ગુણી સિમેન્ટ સહિત ૮.૬૪ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકે પકડી પાડ્યો

 

નલિયા : અબડાસા તાલુકાના લાલા-જશાપર વચ્ચેથી પોલીસે શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા તેમજ નખત્રાણા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે. વાઘેલા તથા સ્ટાફના વસનાભાઈ પ્રજાપતિ, કિરીટસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે લાલાથી જસાપર તરફ જતા માર્ગ ઉપર ટ્રક નંબર જીજે. ૧ર. એવાય. ૪૧૩૪ને રોકાવી તેની તલાસી લેતા ટ્રકમાંથી ર૧૪ થેલીઓ સિમેન્ટ કિં.રૂા.૬૪,ર૦૦ની મળી આવી હતી. ટ્રકના ચાલક જાકબ ઓસ્માણ જત (રહે. કુણાઠીયા તા.અબડાસા) પાસે સિમેન્ટ બિલ કે આધારો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહી હોવાનું અને ચોરી કે છળકપટથી મેળવેલાનું જણાતા ૮ લાખની ટ્રક સહિત ૮,૬૪,ર૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપડક કરી પૂછપરછ હાથ ધરવામાં આવેલ હોવાનું પીએસઓ કલ્પેશકુમાર ચૌહાણે જણાવ્યું હતું.